શોધખોળ કરો
Advertisement
દુનિયાભરમાં છવાયેલી મંદી વચ્ચે ભારતનું પ્રદર્શન શાનદારઃ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ
દક્ષિણ એશિયાના વિકાસ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને સતત જાળવી રાખવામાં ભારત મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
નવી દિલ્હીઃ ભારત એક યુવા અર્થવ્યવસ્થા છે અને તેનામાં અનેક ક્ષમતાઓ છે. દુનિયાભરમાં મંદી છવાયેલી છે તે બધા વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાન શાનદાર મજબૂતી સાથે સારુ પ્રદર્શન કરી રહી છે. આ વાત વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અધ્યક્ષ બોર્જ બ્રેનડે કરી હતી. બ્રેનડે કહ્યું કે, દક્ષિણ એશિયાના વિકાસ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને સતત જાળવી રાખવામાં ભારત મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, ભારતીય ઉદ્યોગ પરિસંઘે સાથે મળીને ભારત આર્થિક સંમેલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ રાજનીતિ, બિઝનેસ અને સમાજના અન્ય લોકોને સાથે મળીને વૈશ્વિક, ક્ષેત્રીય અને ઔધોગિક એજન્ડાને આકાર આપવાનું કામ કરે છે. 33મા ભારત આર્થિક સંમેલનનું આયોજન ત્રણ અને ચાર ઓક્ટોબરના રોજ દિલ્હીમાં થઇ રહ્યું છે.
બ્રેનડેએ કહ્યું કે, ભારત દુનિયામાં ઝડપથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ અનેક ગણી શક્તિ ધરાવતી યુવા અર્થવ્યવસ્થા છે. તેણે વૈશ્વિક મંદી છતાં મજબૂતી અને લચીલાપન પ્રદર્શિત કર્યું છે. જ્યારે ઇન્ફોમેશન ટેકનોલોજી ક્ષેત્રની વાત આવે છે તો ભારત અનેક વિકસિત અર્થવ્યવસ્થાઓથી પણ સારી છે પરંતુ માળખાકીય સુવિધાઓમાં અહી વિકાસની અનેકગણી સંભાવનાઓ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement