શોધખોળ કરો

ભારતીય બેન્કિંગને મળશે નવી દિશા! પતંજલિએ લોન્ચ કર્યું 360° ERP સિસ્ટમ, જાણો તેના વિશે  

પતંજલિ ગ્રુપે ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં તેના રણનીતિક પ્રવેશની જાહેરાત કરી છે. ભરુવા સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (BSPL) એ AI-આધારિત, મલ્ટીલિંગુઅલ 360° બેંકિંગ ERP સિસ્ટમ લોન્ચ કરી છે.

Patanjali ERP System News: પતંજલિ ગ્રુપે ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં તેના રણનીતિક પ્રવેશની જાહેરાત કરી છે. કંપનીની ટેકનોલોજી શાખા ભરુવા સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (BSPL) એ AI-આધારિત, મલ્ટીલિંગુઅલ 360° બેંકિંગ ERP સિસ્ટમ લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ આગામી પેઢીનું પ્લેટફોર્મ પ્રાદેશિક, સહકારી અને નાની નાણાકીય સંસ્થાઓને બુદ્ધિશાળી, સમાવિષ્ટ અને સુસંગત ટેકનોલોજી સાથે સશક્ત બનાવીને ડિજિટલ બેન્કિંગમાં ક્રાંતિ લાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

પતંજલિએ કહ્યું છે કે, "ભરુવાના અત્યાધુનિક CBS પ્લેટફોર્મ (બી-બેન્કિંગ) ચાર મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવાયું છે, જે  લાંબા સમયથી ભારતના બેંકિંગ ઇકોસિસ્ટમમાં નવીનતા અને સમાવેશકતાને અવરોધી રહ્યા છે."

1. ભાષાકીય વિવિધતા 

ભારતની ભાષાકીય વિવિધતા સાથે મોટાભાગની બેન્કિંગ સેવાઓ અંગ્રેજી સુધી મર્યાદિત છે. BSPL નું દ્વિભાષી સોલ્યુશન બેંકોને ગ્રાહકોને અંગ્રેજી અને તેમની સ્થાનિક ભાષા બંનેમાં સેવા આપવાની મંજૂરી આપે છે, ઉદાહરણ તરીકે, ગુજરાતમાં ગુજરાતી અને પંજાબમાં પંજાબી - બધા નાગરિકો માટે સુલભતા અને ઉપયોગમાં સરળતા સુનિશ્ચિત કરે છે.

2. વધુ સુરક્ષા

પ્લેટફોર્મમાં ડેટા, લેવડ-દેવડ અને ડિજિટલ  ઈન્ટરૈક્શન માટે વ્યાપક સુરક્ષા પૂરી પાડવા માટે અત્યાધુનિક AI અને સાઈબર સુરક્ષા પ્રોટોકોલ સામેલ છે.

3. પ્રક્રિયા કાર્યક્ષમતા 

આ બેન્કિંગ સિસ્ટમ એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ ટ્રાન્સફોર્મેશન માટે ડિઝાઇન કરવામાં આવી છે, આ સિસ્ટમમાં API બેંકિંગ, MIS, HRMS, ERP મોડ્યુલ્સ, AML ટૂલ્સ અને સંચાલન અને અનુપાલન માટે વર્કફ્લો ઓટોમેશન સહિત મજબૂત ક્ષમતાઓ છે.

4. નિયમનકારી અનુપાલન 

આધિકારીક ભાષા અધિનિયમ, 1963 અને  સુપ્રીમ કોર્ટના નિર્દેશો સાથે સંપૂર્ણપણે સુસંગત, આ સમાધાન નાણાકીય સંસ્થાઓમાં દ્વિભાષી સોફ્ટવેર માટે સરકારી આદેશોનું પાલન સુનિશ્ચિત કરે છે.

પતંજલિ ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ ટેકનોલોજીકલ સમાવેશન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું, "ભારત ઘણી ભાષાઓનો દેશ છે, છતાં આપણું બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુખ્યત્વે અંગ્રેજીમાં કાર્યરત છે, જેના કારણે મોટાભાગના લોકો અલગ પડી જાય છે. ભરુવા સોલ્યુશન્સ એક પરિવર્તનશીલ ઉત્પાદન લોન્ચ કરી રહ્યું છે જે ટેકનોલોજીકલ રીતે શ્રેષ્ઠ, કાર્યાત્મક રીતે વ્યાપક અને ભાષાકીય રીતે સમાવિષ્ટ છે, જે આધિકારિક ભાષા અધિનિયમ 1963 સાથે સંરેખિત છે."

ભારતને મજબૂત બનાવવા માટે નક્કર પગલું - બાલકૃષ્ણ

તેમણે કહ્યું, “એઆઈ (AI) અને મશીન લર્નિંગના આ યુગમાં સમય આવી ગયો છે કે આપણી ગ્રામીણ, અર્ધ-શહેરી, સહકારી અને નાના નાણાકીય સંસ્થાઓને જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોની સમકક્ષ ટેકનોલોજીની સુલભતા મળે. આ પહેલ ભારતને દરેક અર્થમાં સશક્ત બનાવવા તરફ એક નક્કર પગલું છે. આ વિઝનને સાકાર કરવા માટે ભરુવા સોલ્યુશન્સે દ્વિભાષી બેંકિંગ ક્ષેત્રની અનુભવી કંપની, નેચરલ સપોર્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે, જે 1999થી ALM, LOS, MIS વગેરે જેવા સરાઉન્ડ ઉત્પાદનો માટે 5,000થી વધુ બેંક શાખાઓને સ્વચાલિત કરવામાં કુશળતા ધરાવે છે.

શું છે BSPL નો લક્ષ્ય ?

પતંજલિએ જણાવ્યું હતું કે, "ભરુવા અને નેચરલ સપોર્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનો લક્ષ્ય એક વ્યાપક 'બેંક ઇન અ બોક્સ' સોલ્યુશન પ્રદાન કરવાનો છે જે ફ્રન્ટએન્ડ શ્રેષ્ઠતાને શક્તિશાળી બેકએન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઓલ-ઇન-વન પ્લેટફોર્મ સાથે જોડે છે. તે કોર બેંકિંગ સિસ્ટમ (CBS) સાથે એકીકૃત રીતે સંકલિત થાય છે અને ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગ, AI-સંચાલિત શોધ, eKYC, CKYC, PFMS એકીકરણ, SMS બેંકિંગ, KCC IS પોર્ટલ, AML, HRMS, CSS, MIS, DSS અને ERP, HRMS વગેરે જેવી બેકએન્ડ પ્રક્રિયાઓને સપોર્ટ કરે છે."

આ સમગ્ર લોન્ચિંગ રાજ્ય સહકારી બેંકો, જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો, શહેરી સહકારી બેંકો, NBFCs અને ભારતભરમાં અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાસ કરીને બહુભાષી બેંકિંગ જરૂરિયાતો ધરાવતા પ્રદેશોમાં અન્ય નાણાકીય સંસ્થાઓ માટે ડિજિટલ પરિવર્તનને સક્ષમ બનાવવા માટે રચાયેલ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget