શોધખોળ કરો
Advertisement
ભારતીય મૂળના અભિજીત બેનર્જીને મળ્યો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
અભિજીતે કોલકત્તાથી ગેજ્યુએટ થયા બાદ જેએનયુમાં પોસ્ટ ગેજ્યુએશન કર્યું. બાદમાં 1988માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે પીએચડી કર્યું છે.
નવી દિલ્હીઃ 2019નો ઇકોનોમિક્સ નોબેલ ભારતીય મૂળના અભિજીત બેનર્જી, તેમની પત્ની એસ્થર ડુફ્લો અને માઇકલ ક્રેમરને આપવામાં આવ્યો છે. આ અગાઉ 1998માં અમર્ત્ય સેનને ઇકોનોમિક્સ ક્ષેત્રમાં નોબેલ આપવામાં આવ્યો હતો. અભિજીત એસ્થર અને માઇકલને વૈશ્વિક ગરીબી ઓછી કરવાની દિશામાં કરેલા પ્રયાસોના બદલામાં આ પુરસ્કાર અપાયો હતો. અર્થશાસ્ત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં અભિજીત બેનર્જી, એસ્થર ડુફ્લો અને માઇકલ ક્રેમરના ગ્લોબલ ગરીબી માટે પોતાના દ્રષ્ટિકોણ માટે નોબેલ પુરસ્કાર અપાયો હતો. નોંધનીય છે કે અભિજીત બેનર્જી ભારતીય મૂળના છે.
અભિજીત બેનર્જી અમેરિકામાં મૈસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. બેનર્જીને સંયુક્ત રીતે અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબની સ્થાપના કરી હતી. અભિજીતનો જન્મ 21 ફેબ્રુઆરી 1961માં કોલકત્તામાં થયો હતો. તેમની માતા નિર્મલા બેનર્જી કોલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાઇસન્સમાં પ્રોફેસર હતા. પિતા દીપક બેનર્જી પ્રેસીડેન્સી કોલેજમાં ઇકોનોમિક્સના પ્રોફેસર હતા. અભિજીતે કોલકત્તાથી ગેજ્યુએટ થયા બાદ જેએનયુમાં પોસ્ટ ગેજ્યુએશન કર્યું. બાદમાં 1988માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે પીએચડી કર્યું છે.BREAKING NEWS: The 2019 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded to Abhijit Banerjee, Esther Duflo and Michael Kremer “for their experimental approach to alleviating global poverty.”#NobelPrize pic.twitter.com/SuJfPoRe2N
— The Nobel Prize (@NobelPrize) October 14, 2019
2019માં કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ગરીબી નાબૂદી સાથે જોડાયેલી યોજનાઓને તૈયાર કરવામાં અભિજીતે મહત્વની ભૂમિકા નિભાવી હતી. અભિજીતની પુસ્તક જગરનોટ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. નોબેલ પુરસ્કાર ખૂબ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત એવોર્ડ છે. દર વર્ષે સ્વીડિશ એકેડમી તરફથી 16 એવોર્ડ્સ આપવામાં આવે છે.Congratulations to Abhijit Banerjee for winning the #NobelPrize2019 His incredible work in poverty alleviation has made our country proud. The renowned economist was a key consultant for the path breaking NYAY programme presented by the Congress Party.
— Congress (@INCIndia) October 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion