શોધખોળ કરો

Inflation : દેશવાસીઓને મોંઘવારીમાં આંશિક રાહત પરંતુ EMI થઈ શકે છે મોંઘી!

રિટેલ મોંઘવારી દરમાં ઘટાડાના કારણો પર નજર કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય મોંઘવારી દર ઘટીને 5.95 ટકા પર આવી ગયો છે. જ્યારે જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવાનો દર 6 ટકા હતો.

Retail Inflation : મોંઘવારીને લઈને સારા સમાચાર આવ્યા છે. આકરી મોંઘવારીમાંથી આંશિક રાહત મળી શકે છે. ફેબ્રુઆરી 2023માં છૂટક ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો છે પરંતુ તે હજુ પણ આરબીઆઈના ટોલરે6સ બેંડ એટલે કે સહનશીલતાથી ઉપર તો છે જ. ફેબ્રુઆરી 2023માં છૂટક ફુગાવાનો દર 6.44 ટકા રહ્યો છે. જ્યારે જાન્યુઆરી 2023માં છૂટક ફુગાવાનો દર 6.52 ટકા હતો. ફેબ્રુઆરી 2022માં રિટેલ ફુગાવાનો દર 6.07 ટકા હતો.

મોંઘા અનાજ અને દૂધની મોંઘવારીથી પરેશાન

રિટેલ મોંઘવારી દરમાં ઘટાડાના કારણો પર નજર કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય મોંઘવારી દર ઘટીને 5.95 ટકા પર આવી ગયો છે. જ્યારે જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવાનો દર 6 ટકા હતો. ફેબ્રુઆરી 2022માં ખાદ્ય ફુગાવાનો દર 5.85 ટકા હતો. ફેબ્રુઆરી મહિનામાં ખાદ્યાન્ન અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 16.73 ટકા હતો. દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 9.65 ટકા, મસાલાનો મોંઘવારી દર 20 ટકાથી 20.20 ટકા રહ્યો છે. ફળોનો મોંઘવારી દર 6.38 ટકા, ઈંડાનો મોંઘવારી દર 4.32 ટકા રહ્યો છે. કઠોળનો મોંઘવારી દર 4.09 ટકા રહ્યો છે. પેકેટ ફૂડ, નાસ્તા અને મીઠાઈનો મોંઘવારી દર 7.98 ટકા રહ્યો છે. આ સમયગાળામાં શાકભાજી સસ્તી થઈ ગઈ છે. શાકભાજીનો મોંઘવારી દર ઘટીને -11.61 ટકા થયો છે.

EMI થઈ શકે છે વધુ મોંઘું!

રિટેલ ફુગાવાનો દર હજુ પણ આરબીઆઈની 6 ટકાની ટોલરેંડની અપર લિમિટથી ઉપર છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને મહિનામાં છૂટક ફુગાવાનો દર 6 ટકાથી વધુ રહ્યો છે. જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર 2022માં છૂટક મોંઘવારીનો સહનશીલતા બેન્ડ ઘટીને 6 ટકા પર આવી ગયો હતો. 8 ફેબ્રુઆરી, 2023ના રોજ આરબીઆઈએ રેપો રેટ એક ક્વાર્ટર ટકા વધારીને 6.50 ટકા કર્યો. હવે ફરી એકવાર રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના સહનશીલતા બેન્ડની બહાર પહોંચી ગયો છે, લોન વધુ મોંઘી થવાનું જોખમ ફરી વધી રહ્યું છે. 3 થી 6 એપ્રિલ 2023 દરમિયાન આરબીઆઈની મોનેટરી પોલિસીની બેઠક થશે. જેને લઈને માનવામાં આવે છે કે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરી શકે છે. જો આમ થશે તો EMI વધુ મોંઘી થઈ શકે છે.

Food Inflation: અલ નીનોને કારણે આ વખતે વરસાદ ઓછો પડશે! ખાદ્ય મોંઘવારીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી!

 જાન્યુઆરી મહિનામાં છૂટક ફુગાવો વધવાથી ચિંતા વધી છે, પરંતુ સૌથી મોટી સમસ્યા ખાદ્ય ફુગાવામાં વધારો છે, જે ડિસેમ્બરમાં 4.19 ટકાની સરખામણીએ જાન્યુઆરી 2023માં 5.94 ટકા પર પહોંચી ગયો છે. પરંતુ એવું માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં ખાદ્યપદાર્થોની મોંઘવારી વધુ પરેશાન કરી શકે છે. ઘણા સંશોધન અહેવાલો માને છે કે આ વર્ષે અલ નીનોની અસરને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જેના કારણે અનાજના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે.

મોંઘવારીમાંથી રાહત નહીં!

અમેરિકા સાથે સંકળાયેલી સંસ્થા MOAA (નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન) એ જૂન અને ડિસેમ્બર 2023 વચ્ચે અલ નીનોના આગમનની આગાહી કરી છે. તેનાથી ભારતમાં ચોમાસાને અસર થઈ શકે છે. બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલે કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં જ્યારે પણ દુષ્કાળ પડ્યો છે, તે અલ નીનોને કારણે થયો છે. રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલ નીનોને કારણે દુષ્કાળ પડી શકે છે, જેના કારણે ખાદ્ય ચીજોની સપ્લાય પર દબાણ આવી શકે છે, જેની અસર કિંમતો પર પડી શકે છે. ખાદ્ય ચીજો મોંઘી થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
Embed widget