(Source: ECI/ABP News/ABP Majha)
મોંઘવારીઃ બચત ખાતામાં મળતા વ્યાજ પર થઈ રહ્યું છે નુકસાન, જાણો કેવી રીતે ? આ ફોર્મ્યુલાથી સમજો
મોંઘવારીની દૃષ્ટિએ જોઈએ તો વળતરના મામલે બચત ખાતામાં ડબલ નુકસાન થઈ રહ્યું છે. એક તો વળતર ઓછું, બીજું મોંઘવારી સાથે એડજસ્ટ કરો તો આ વળતર નેગેટિવ થઈ જાય છે.
Real Rate of Return: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ એપ્રિલમાં બહાર પાડેલ મોનેટરી પોલિસીમાં રપે રોટમાં કોઈ ફેરફાર નથી કર્યો. જોકે વિતેલા વર્ષે ફેબ્રુઆરીમાં આરબીઆઈએ વ્યાજ દરમાં મોટો ઘટાડો કર્યો છે. આરબીઆઈના આ નિર્ણય બાદ બેંકોએ પણ એફડી અને બચત ખાતા પર આપવામાં આવતા વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. 2015માં જ્યાં એફડી પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ મળતું હતું તે હવે ઘટીને 5.75થી 6 ટકાની આસપાસ આવી ગયું છે. જ્યારે બચત ખાતા પર વ્યાજદર 2.75 ટકાથી 4 ટકાની આસપાસ આવી ગયું છે. એસબીઆઈ બચકત ખાતા પર માત્ર 2.75 ટકા વ્યાજ આપે છે તો પોસ્ટ ઓફિસમાં 4 ટકા છે. એવામાં જો વધતી મોંગવારીની દૃષ્ટિએ જોઈએ તો બચત ખાતામાં રૂપિયા રાખીને માત્ર નુકસાન જ થઈ રહ્યું છે.
મોંઘવારીની દૃષ્ટિએ જોઈએ તો વળતરના મામલે બચત ખાતામાં ડબલ નુકસાન થઈ રહ્યું છે. એક તો વળતર ઓછું, બીજું મોંઘવારી સાથે એડજસ્ટ કરો તો આ વળતર નેગેટિવ થઈ જાય છે.
બચત ખાતા પર કેવી રીતે થાય છે નુકસાન
અહીં તમે એક ફોર્મ્યુલાથી તમારી બચત પર મળનારા ખરેખર વળતરની ગણતરી કરી શકો છો. ફાઈનાન્સની ભાષામાં તેને રિયલ રેટ ઓફ રિટર્ન કહે છે.
શું છે ફોર્મ્યુલા
રિયલ રેટ ઓફ રિટર્ન = [(1+નોમિનલ રેટ)/ (1+મોંઘવારી)] -1
હવે અહીં તમે અલગ અલગ બેંક પર મળનારા વ્યાજ પ્રમાણે તેને ચેક કરી શકો છો.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
બચત ખાતા પર વ્યાજ: 2.75 ટકા
હાલનો મોંઘવારી દર (CPI): 5.03 ટકા
રિયલ રેટ ઓફ રિટર્ન: [(1+2.75)/ (1+5.03)] -1 = -2.171
ICICI બેંક
બચત ખાતા પર વ્યાજ: 3.50 ટકા
હાલનો મોંઘવારી દર : 5.03 ટકા
રિયલ રેટ ઓફ રિટર્ન: [(1+3.50)/ (1+5.03)] -1 = -1.457
HDFC બેંક
બચત ખાતા પર વ્યાજ: 3.50 ટકા
હાલનો મોંઘવારી દર : 5.03 ટકા
રિયલ રેટ ઓફ રિટર્ન: [(1+3.50)/ (1+5.03)] -1 = -1.457
પંજાબ નેશનલ બેંક (PNB)
બચત ખાતા પર વ્યાજ: 3.00 ટકા
હાલનો મોંઘવારી દર (CPI): 5.03 ટકા
રિયલ રેટ ઓફ રિટર્ન: [(1+3.00)/ (1+5.03)] -1 = -1.933
બેંક ઓફ બરોડા
બચત ખાતા પર વ્યાજ: 3.00 ટકા
હાલનો મોંઘવારી દર (CPI): 5.03 ટકા
રિયલ રેટ ઓફ રિટર્ન: [(1+3.00)/ (1+5.03)] -1 = -1.933
શું કરવું જોઈએ?
નિષ્ણાંતોનું કહેવું છે કે, બચત ખાતામાં માત્ર ઇમરજન્સી માટે રકમ રાખવી યોગ્ય છે. રોકાણકારોએ તેની તુલનામાં સારું વળતર આપનાર સુરક્ષિત સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. તેમાં અન્ય નાની બચત યોજનાઓ જેમ કે, એફડી (FD), એનએસસી - National Savings Certificates (NSC), કેવીપી - Kisan Vikas Patra(KVP), ટાઈમ ડિપોઝિટ - Time Deposit Account(TD) જેવી સ્કીમ છે. જ્યારે ડેટ ફંડ કેટેગરિમાં પણ 1 દિવસથી 6 મહિનાની મેચ્યોરિટીવાળી સ્કીમ છે, જેમ કે ઓવરનાઈટ ફંડ, લિક્વિડ ફંડ, અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ, શોર્ટ ટર્મ ફંડ