શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: આઈટી ક્ષેત્રની આ ટોચની બે કંપની પોતાના કર્મચારીઓને ફ્રીમાં આપશે કોરોના રસી
કંપની પોતોના કર્મચારીઓ અને તેના પરિવારને કોરોના રસી આપવા માટે હેલ્થોકેર પ્રોવાઈડર્સ સાથે પાર્ટનરશિપ કરવાની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે.
દેશમાં લગભગ તમામ જગ્યા પર કોરોના વાયરસ રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે અને અનેક લોકો રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે હવે રસીનો બીજો ડોઝ પણ 1 માર્ચથી આપવામાં આવી રહ્યો છે. તેમાં 60 વર્ષતી વધારે ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે, સાથે જ 45 વર્ષથી વધારે ઉમરના અને અન્ય બીમારી હોય તેવા લોકોને પણ કોરોના રસી આપવામાં આવી રહી છે. જ્યારે હવે દેશમાં કોરોના રસીની શરૂઆત થયા બાદ અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓની કોરોના રસીનો ખર્ચ ઉઠાવી રહી છે. ત્યારે આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસ અને સોફ્ટવેર કન્સલન્ટિંગ ફર્મ એક્સેન્ચરે જાહેરાત કરી છે કે તે પોતાના કર્મચારીઓ અને તેના પરિવારના લોકોની કોરોના રસીનો પૂરો ખર્ચ ઉઠાવશે.
કંપનીના CEOએ આપી જાણકારી
ઇન્ફોસિસના સીઓઓ પ્રવીણ રાવે કહ્યું કે કંપની પોતોના કર્મચારીઓ અને તેના પરિવારને કોરોના રસી આપવા માટે હેલ્થોકેર પ્રોવાઈડર્સ સાથે પાર્ટનરશિપ કરવાની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે. સાથે જ કહ્યું કે, તે પોતાના કર્મચારીઓ અને તેના પરિવારના લોકોને કોરોના રસી ફ્રીમાં આપશે અને રસી પર થનાર ખર્ચ કંપની ઉઠાવશે.
અન્ય કંપનીઓ પણ ઉઠાવશે રસીનો ખર્ચ
સોફ્ટવેર કન્સલન્ટિંગ ફર્મ એક્સેન્ચરના ઇન્ડિયા ચેરપર્સન રેખા મેનને પણ કહ્યું કે, કંપની પોતાના કર્મચારીઓ અને તેના પરિાવરજનોનો રસીનો પૂરો ખર્ચ ઉઠાવશે. ભારતમાં કંપનીના 2 લાખથી વધારે કર્મચારી છે. ઉપરાંત મહિન્દ્રા ગ્રુપ અને આઈટીસીએ પણ કહ્યું હતું કે, તે પોતાના કર્મચારીઓનો રસીનો પૂરો ખર્ચ ખુદ જ ઉઠાવશે.
નોંધનીય છે કે, કોરોના રસી સરકારી હોસ્પિટલમાં ફ્રી છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીની કિંમત 250 રૂપિયા રાખામાં આવી છે. જેમાં 150 રૂપિયા રસીની કિંમત અને 100 રૂપિયા વહિવટી ચાર્જ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement