ઇન્ફોસિસ ફાઉન્ડેશને રોજગારના સર્જન માટે શરૂ કર્યો કાર્યક્રમ, 2030 સુધીમાં પાંચ લાખ નોકરીઓ આપવાનો લક્ષ્યાંક
તેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતમાં પાંચ લાખ લોકોને સારી નોકરીઓ મેળવવા સક્ષમ બનાવવાનો છે.

ઇન્ફોસિસની પરોપકારી અને સીએસઆર શાખા ઇન્ફોસિસ ફાઉન્ડેશને મંગળવારે ઇન્ફોસિસ સ્પ્રિંગબોર્ડ લાઇવલીહૂડ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી જેનાથી ભારતમાં 2030 સુધીમાં રોજગાર મેળવવા ઈચ્છતા પાંચ લાખ લોકોને રોજગારી મળી શકશે. ઇન્ફોસિસ ફાઉન્ડેશને મંગળવારે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતમાં પાંચ લાખ લોકોને સારી નોકરીઓ મેળવવા સક્ષમ બનાવવાનો છે.
માહિતી ટેકનોલોજી કંપનીના ચેરિટી અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) યુનિટે તેના પ્રથમ તબક્કા માટે 200 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઇન્ફોસિસનું મુખ્ય ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ, ઇન્ફોસિસ સ્પ્રિંગબોર્ડ કૌશલ્ય મેળવવા માંગતા લોકોને શીખવામાં અને કૌશલ્ય વિકાસમાં સહાયતા કરશે. સાથે સાથે સ્થાયી આજીવિકા અને કારકિર્દીની તકો પણ પૂરી પાડશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઇન્ફોસિસ ફાઉન્ડેશન ... એ આજે ઇન્ફોસિસ સ્પ્રિંગબોર્ડ લાઇવલીહૂડ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં દેશમાં પાંચ લાખ નોકરી શોધનારાઓને સારી રોજગારી મેળવવા સક્ષમ બનાવવાનો છે." ઇન્ફોસિસ ફાઉન્ડેશને કાર્યક્રમના પ્રથમ તબક્કા માટે 200 કરોડથી વધુનું ભંડોળ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ઇન્ફોસિસ સ્પ્રિંગબોર્ડ લાઇવલીહૂડ્સ કાર્યક્રમ STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) અને અન્ય ઉદ્યોગોમાં સ્નાતક અને અનુસ્નાતક યુવાનો બંને માટે રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુમિત વિરમાનીએ જણાવ્યું હતું કે, "આપણા દેશમાં મોટી તક એ છે કે ઉદ્યોગ અને AI ક્ષેત્રની માંગને પહોંચી વળવા માટે કૌશલ્ય વિકાસ પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને પછી શિક્ષણથી આજીવિકા સુધીનો માર્ગ બનાવવો. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે ઇન્ફોસિસ સ્પ્રિંગબોર્ડ લાઇવલીહૂડ્સ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે."





















