શોધખોળ કરો

Interest Rates: દેશની આ મોટી ખાનગી બેંક રિકરિંગ ડિપોઝીટ પર પહેલા કરતા વધુ વ્યાજ આપશે, જાણો શું છે નવા રેટ

અગાઉ, 27 મહિનાથી 36 મહિનામાં પાકતી RDs પર 5.20 ટકા વ્યાજ આપવામાં આવતું હતું, જે હવે વધારીને 5.40 ટકા કરવામાં આવ્યું છે.

HDFC RD Interest Rate: જેઓ ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકમાં રિકરિંગ ડિપોઝિટ (RDs) કરાવવા જઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. ફિક્સ ડિપોઝીટ બાદ બેંકે હવે આરડી પર પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. બેંકે 27 થી 120 મહિનામાં પાકતી RD પરના વ્યાજમાં વધારો કર્યો છે.

રિઝર્વ બેંકે રેપો રેટ વધાર્યા બાદ HDFC સહિત ઘણી બેંકોએ FD પરના વ્યાજદરમાં વધારો કરી દીધો છે. હવે HDFC બેંકે પણ RD (HDFC Bank RDs Rate) પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. RD પર વધેલા વ્યાજ દરો 17 મેથી લાગુ થઈ ગયા છે. બેંકના આ નિર્ણયથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે, કારણ કે HDFC બેંક પાસે વિશાળ ગ્રાહક આધાર છે અને ઘણા લોકો આરડી કરાવવા માટે બેંકને પસંદ કરે છે.

નવા વ્યાજ દરો

અગાઉ, 27 મહિનાથી 36 મહિનામાં પાકતી RDs પર 5.20 ટકા વ્યાજ આપવામાં આવતું હતું, જે હવે વધારીને 5.40 ટકા કરવામાં આવ્યું છે. આ રીતે તેમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. બેંકે 39 થી 60 મહિનામાં પાકતી રિકરિંગ ડિપોઝીટ પર મળતા વ્યાજમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

પહેલા જ્યાં 5.45 ટકા વ્યાજ મળતું હતું, હવે 5.60 ટકા વ્યાજ ગ્રાહકોને મળશે. 90 થી 120 મહિનામાં પૂર્ણ થયેલા RDs પરના વ્યાજમાં પણ 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. તે અગાઉના 5.60 ટકાથી વધારીને 5.75 ટકા વાર્ષિક કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ મળશે

વરિષ્ઠ નાગરિકોને છ મહિનાથી 60 મહિનામાં પાકતી રિકરિંગ ડિપોઝિટ પર વધારાનું 0.50 ટકા વ્યાજ આપવામાં આવશે. આ 0.50 ટકા વ્યાજ ઉપરાંત, 5 અને 10 વર્ષથી વધુ સમયમાં પૂર્ણ થયેલા આરડી પર 0.25 ટકા વધુ વ્યાજ પણ આપવામાં આવશે.

આ વ્યાજ તે વરિષ્ઠ નાગરિકોને મળશે જેઓ 18 મે 20 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી 5 કરોડથી ઓછી રિકરિંગ ડિપોઝિટ કરશે અથવા જૂની RD રિન્યૂ કરશે. આ રીતે, વરિષ્ઠ નાગરિકોને 90 થી 120 દિવસની વચ્ચે પાકતી RD પર 6.50 ટકા વાર્ષિક વ્યાજ મળશે.

આ ગાળાની આરડી પર વ્યાજમાં કોઈ વધારો નહીં

છ મહિના, નવ મહિના અને 12 થી 24 મહિનામાં પાકતી રિકરિંગ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં કોઈ ફેરફાર થતો નથી. છ મહિનામાં આરડી પાકતી વખતે બેંક અગાઉની જેમ વાર્ષિક 3.50 ટકાના દરે વ્યાજ ચૂકવશે. ગ્રાહકને 9 મહિનામાં પાકતી RDs પર 4.40 ટકાના દરે અને 12 થી 24 મહિનામાં પાકતી RDs પર અગાઉની જેમ 5.10 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget