શોધખોળ કરો

IPO Update: રોકાણકારો થઇ જાવ તૈયાર, આગામી 2 મહિનામાં આવશે બે ડઝનેક કંપનીઓના IPO

IPO Update:  IPO માર્કેટમાં પણ રોકાણકારો માટે નવી તકો ખુલવા જઇ રહી છે. આગામી 2 મહિનામાં લગભગ 30 હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે.

IPO Update:  લોકસભા ચૂંટણી 2024 પૂરી થયા બાદ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. IPO માર્કેટમાં પણ રોકાણકારો માટે નવી તકો ખુલવા જઇ રહી છે. આગામી 2 મહિનામાં લગભગ 30 હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે.

બે મહિના બજાર ખૂબ જ વ્યસ્ત રહેશે

ETના રિપોર્ટ અનુસાર, લગભગ બે ડઝનેક કંપનીઓ આગામી 2 મહિનામાં IPO લાવવા જઈ રહી છે. જે કંપનીઓ આગામી 2 મહિનામાં IPO લાવવાની યોજના પર કામ કરી રહી છે, તેઓ આઇપીઓ દ્વારા બજારના રોકાણકારો પાસેથી 30 હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ ખુલતાની સાથે બજારમાં ગતિવિધિઓ ઝડપી બનશે ત્યારે રોકાણકારોને પણ કમાણીની ઘણી તકો મળવાની છે.

આ કંપનીઓના પ્રસ્તાવ મંજૂર

રિપોર્ટ અનુસાર, જે કંપનીઓ આગામી એકથી બે મહિનામાં IPO લાવવા જઈ રહી છે તેમાં એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમક્યોર ફાર્માસ્યૂટિકલ્સ, એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ, આશીર્વાદ માઇક્રોફાઇનાન્સ, સ્ટેનલી લાઇફસ્ટાઇલ, વારી એનર્જી, પ્રીમિયર એનર્જિસ, શિવા ફાર્માકેમ, બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ, વન મોબેક્વિક સિસ્ટમ્સ અને સીજે ડાર્કલ લોજિસ્ટિક્સ વગેરેના નામ સામેલ છે.

740 કરોડના ઈશ્યુથી શરૂઆત

ચૂંટણી બાદ આઇપીઓ માર્કેટ ઇક્સિગોના ઇશ્યુ સાથે શરૂઆત થઇ ચૂકી છે. ઓનલાઈન ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર કંપનીનો આઈપીઓ આ સપ્તાહના પહેલા દિવસે સોમવારે ખુલ્યો છે. આજે ઇક્સિગોના આઇપીઓમાં બિડ કરવાની છેલ્લી તક છે. આ IPOને બજારમાં રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સોમવારે ખુલ્યાના કલાકોમાં તે સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. કંપની આઇપીઓ મારફતે 740 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઉપલબ્ધ માહિતી અનુસાર, માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા 18 કંપનીઓના IPO પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. તેમના સિવાય લગભગ 37 કંપનીઓના ડ્રાફ્ટ માર્કેટ રેગ્યુલેટર પાસે ફાઈલ કરવામાં આવ્યા છે. આ તમામ IPOનું કદ મળીને 50 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ 37 કંપનીઓમાંથી ઘણી કંપનીઓના ડ્રાફ્ટને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. આ સાથે આગામી એકથી બે મહિનામાં માર્કેટમાં આવનાર તમામ સંભવિત IPOનું સંયુક્ત કદ 30 હજાર કરોડ રૂપિયાને પાર કરી શકે છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPAsmita.com ક્યારેય કોઈને પણ રૂપિયાનું રોકાણ કરવાની સલાહ આપતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget