(Source: ECI/ABP News/ABP Majha)
IPO Week: પૈસા તૈયાર રાખજો, આવતા સપ્તાહમાં આવી રહ્યા છે 4 IPO, 1280 કરોડ રૂપિયા લાગશે દાવ પર
IPO Week: 15મી જાન્યુઆરીથી શરૂ થતા સપ્તાહમાં શેરબજારમાં 4 IPO ઓપન થવાના છે.
Upcoming IPO: વર્ષ 2024 ની શરૂઆતથી કંપનીઓ બજારમાં સતત IPO લોન્ચ કરી રહી છે. 15મી જાન્યુઆરીથી શરૂ થતા સપ્તાહમાં શેરબજારમાં 4 IPO ઓપન થવાના છે. આ ચાર કંપનીઓ શેરબજારમાં 1,280.7 કરોડ રૂપિયાનો આઇપીઓ લાવશે. 15 જાન્યુઆરીએ, મેક્સપોઝર અને મેડી આસિસ્ટ હેલ્થકેરના IPO બજારમાં આવશે. આ પછી 19 જાન્યુઆરીથી કોન્સટેલેક એન્જિનિયર્સ અને એડિક્ટિવ લર્નિંગ ટેક્નોલોજીના IPO માટે દાવ લગાવવામાં આવશે. ચાલો આ કંપનીઓ અને તેમના IPO પર એક નજર કરીએ.
મેક્સપોઝર આઇપીઓ
મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ કંપની મેક્સપોઝર 20.26 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે આ આઈપીઓ લાવી છે. તે 15 થી 17 જાન્યુઆરી સુધી સબ્સ્ક્રિપ્શન માટે ઓપન રહેશે. કંપની 31 થી 33 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પર સંપૂર્ણપણે નવો ઇશ્યુ લઈને આવી છે. તેનું લિસ્ટિંગ 22 જાન્યુઆરીએ થઈ શકે છે. ગ્રે માર્કેટમાં તેની કિંમત 35 રૂપિયાના પ્રીમિયમ પર ચાલી રહી છે. આ IPOમાં રોકાણ કરવા માટે તમારે ઓછામાં ઓછા 1.32 લાખ રૂપિયાની જરૂર પડશે.
મેડી આસિસ્ટ હેલ્થકેર
બેંગલુરુ સ્થિત મેડી આસિસ્ટ હેલ્થકેરનો આઇપીઓ 1,171.58 કરોડ રૂપિયાનો છે. કંપની વીમા કંપનીઓને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન પૂરો પાડે છે. આમાં નવા શેર જાહેર કરવામાં આવશે નહીં. IPO પર સોમવાર 15મીથી બુધવાર 17મી જાન્યુઆરી સુધી નાણાંનું રોકાણ કરી શકાય છે. કંપનીના શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર 22 જાન્યુઆરીએ થશે. કંપનીએ શેરની પ્રાઇઝ બેન્ડ 397 થી. 418 રૂપિયા વચ્ચે નક્કી કરી છે. મેડી આસિસ્ટના શેર ગ્રે માર્કેટમાં 54 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. રિટેલ ગ્રાહકોએ ઓછામાં ઓછા 14,630 રૂપિયા ચૂકવવા પડશે.
કોન્સટેલેક એન્જિનિયર્સ
કંપનીએ બજારમાં રૂ. 28.70 કરોડનો IPO લોન્ચ કર્યો છે. તેની પ્રાઇઝ બેન્ડ રૂપિયા 66 થી 70 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. તમે 19 થી 22 જાન્યુઆરી સુધી તેમાં રોકાણ કરી શકો છો. તેનું લિસ્ટિંગ 25 જાન્યુઆરીએ થઈ શકે છે. રોકાણકારોએ ઓછામાં ઓછા 2000 શેર ખરીદવા પડશે.
એડિક્ટિવ લર્નિંગ ટેક્નોલોજી
આ એડટેક કંપનીનો IPO 60.16 કરોડ રૂપિયાનો છે. જેમાં 41.37 લાખ નવા શેર જાહેર કરવામાં આવશે. તેમજ 1.6 લાખ શેર ઓફર ફોર સેલમાં આપવામાં આવશે. આ IPO 19 થી 23 જાન્યુઆરી સુધી ઓપન રહેશે. રોકાણકારોએ તેના પર ઓછામાં ઓછા 1.40 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ IPOએ ગ્રે માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. તેની ગ્રે માર્કેટ કિંમત 125 રૂપિયાના પ્રીમિયમ પર ચાલી રહી છે.