શોધખોળ કરો

IRCTC માંથી ઓનલાઈન રિઝર્વેશન કરાવતા પહેલા ધ્યાન આપો, આજથી ટિકિટ બુક કરવાના નિયમો બદલાઈ ગયા

IRCTC એપ કે વેબસાઈટ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાના નિયમો આજે એટલે કે 1 નવેમ્બર 2024થી બદલાઈ ગયા છે. ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગમાં આ મોટા ફેરફારની જાહેરાત ગયા મહિને કરી હતી.

IRCTC એ એડવાન્સ ટિકિટ બુકિંગના નવા નિયમો આજથી એટલે કે 1 નવેમ્બર 2024થી લાગુ થઈ ગયા છે. જો તમે પણ રેલવે રિઝર્વેશન માટે IRCTC એપ કે વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે રેલવેના આ નવા નિયમ વિશે જાણવું જોઈએ. ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને તેની મર્યાદા હવે ઘટાડી દીધી છે. ભારતીય રેલવેના આધિકારિક ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મે હવે એડવાન્સ ટિકિટ બુક કરવાની અવધિને 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી દીધી છે.

ભારતીય રેલવેએ ગયા મહિને આની જાહેરાત કરી દીધી હતી. IRCTC પ્લેટફોર્મની સાથે સાથે આ નવો નિયમ કોઈપણ થર્ડ પાર્ટી ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ કે એપ જેમ કે Paytm, Ixigo, Make My Trip પર પણ લાગુ છે. સાથે જ, આ નિયમ ઓફલાઈન કે કાઉન્ટર ટિકિટ પર પણ લાગુ થશે. ટ્રેનમાં વધતી વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં આ ફેરફાર કર્યો છે. ખાસ કરીને તહેવારોની સીઝનથી ચાર મહિના પહેલા જ ઘણી ટ્રેનોમાં ટિકિટ ફુલ થઈ જતી હતી, જેના કારણે ઘણા રેલ યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

IRCTC પ્લેટફોર્મ દ્વારા યુઝર્સ હવે 120 દિવસને બદલે 60 દિવસ પહેલા એડવાન્સ ટિકિટ બુક કરી શકશે. એપ અને વેબસાઈટથી કોઈપણ સમયે રેગ્યુલર ટિકિટ બુક કરી શકાય છે. જ્યારે તત્કાલ ટિકિટ ટ્રેનના શેડ્યુલ ડિપાર્ચરથી 24 કલાક પહેલા બુક કરી શકાય છે. તત્કાલ ટિકિટની વિંડો સવારે 10 વાગ્યે એસી માટે અને 11 વાગ્યે નોન એસી માટે ખુલે છે. આથી જો તમે પણ એડવાન્સમાં કોઈ ટ્રેનની ટિકિટ બુક કરવા માંગો છો તો હવે તમે માત્ર 60 દિવસ પહેલા જ ટિકિટ બુક કરી શકો છો.

IRCTC એ તેના પ્લેટફોર્મને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું અપગ્રેડ કર્યું છે. હવે ઓનલાઈન ટિકિટ બુક કરવામાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં IRCTC થી ટિકિટ બુક કરવાના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. સવારે 8 વાગ્યા પહેલા જો તમે એપ કે વેબસાઈટમાં લોગ ઇન છો તો બરાબર 8 વાગ્યે તમે લોગ આઉટ થઈ જશો. ટ્રેનની ટિકિટ બુક કરવા માટે તમારે ફરીથી લોગ ઇન કરવું પડશે.

જ્યારે તત્કાલ ટિકિટ માટે તમારે બરાબર 10 વાગ્યે અને 11 વાગ્યે લોગ ઇન કરવું પડશે. આ ઉપરાંત એક વાર લોગ ઇન કર્યા પછી એક જ PNR નંબર જનરેટ કરી શકાય છે. બીજી ટિકિટ એટલે કે PNR માટે તમારે ફરીથી IRCTC ની એપ કે વેબસાઈટમાં લોગ ઇન કરવું પડશે. ભારતીય રેલવેનો આ નિર્ણય ટિકિટોની કાળાબજારી રોકવા માટે લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી પુરુષોને શું ફાયદો થાય છે?

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget