શોધખોળ કરો
Hero Splendor i Smart: દેશની પ્રથમ BS-6 બાઈક, ખરીદતા પહેલા જાણો 5 ખાસ વાત
1/6

એન્જિન મોટું પણ પાવર ઓછોઃ નવી Splendor i Smartમાં હવે મોટું 113.2સીસીનું એન્જિન લગાવવામાં આવ્યું છે. જે 9.0 PSનો પાવર આપે છે, જ્યારે જૂના મોડલનું 109.15 ccનું એન્જિન 9.4 PSનો પાવર આપે છે. એટલે કે આ વખતે એન્જિન મોટું જરૂર છે પરંતુ ઓછો પાવર આપે છે. ઉપરાંત ટોર્ક પણ ઓછો છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરથી લેસ છે. તેમ છતાં BS-6 નોર્મ્સને અનુકૂળ છે. એટલું જ નહીં એન્જિન ફ્યૂલ ઈન્જેક્શન ટેકનોલોજીથી લેસ છે, જેની મદદથી ફ્યૂલની બચત થાય છે અને માઇલેજમાં વધારો થાય છે.
2/6

કંફર્ટ અને સ્ટેબલ રાઇડઃ નવી Splendor iSmartમાં ડાયમંડ ચેસિસ આપવામાં આવી છે, જેની મદદથી દરેક પ્રકારના રસ્તા પર સરળતાથી ચલાવી શકાય છે. તેમાં +15 mmનું ફ્રન્ટ સસ્પેંશન, 180mmનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને +36 mmનું વ્હીલબેસ આપવામાં આવ્યું છે. નવી બાઇકને જયપુરના સેન્ટર ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજીમાં ડેવલપ કરવામાં આવી છે. આ તમામ બદલાવથી ચાલકને બાઇકમાં કંફર્ટ અને સ્ટેબલ રાઇડ મળે છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Published at : 18 Nov 2019 07:18 PM (IST)
View More





















