શોધખોળ કરો

માત્ર 38 વર્ષની આ યુવતી બની ભારતની સૌથી અમીર મહિલા, જાણો કેટલા અબજની સંપત્તિની છે માલિક ? કોણ છે પિતા ?

દેશભરમાં કોરોના રોગચાળાના કારણે મંદીનો માહોલ છે ત્યારે રોશનીની કંપનીએ એટલી કમાણી કરી છે કે, રોશની દેશની સૌથી અમીર મહિલા બની ગઇ છે.

નવી દિલ્હીઃ દેશમાં વરસો સુધી સૌથી અમીર મહિલા તરીકે સાવિત્રી જિંદાલનું નામ લેવાતું. હવે આ સ્થાન 38 વર્ષની એક યુવતીએ મેળવ્યું છે અને તેનું નામ છે રોશની નાદર. એચસીએલ ટેક્નોલોજીસની સીઇઓ રોશની નાદર પાસે હાલ 54,850 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રોશનીના પિતાનું નામ શિવ નાદર છે. શિવ નાદર એચસીએલના સ્થાપક છે. દેશભરમાં કોરોના રોગચાળાના કારણે મંદીનો માહોલ છે ત્યારે રોશનીની કંપનીએ એટલી કમાણી કરી છે કે, રોશની દેશની સૌથી અમીર મહિલા બની ગઇ છે. રોશની નાદરની ઉંમર માત્ર 38 વર્ષ છે છે. રોશની નાદર પિતાની કંપની એચસીએલ ટેક્નોલોજીસની સીઇઓ બની ત્યારે તેની ઉંમર 27 વર્ષની હતી. એ વખતે 27 વર્ષની યુવતી દેશની ટોચની આઈ.ટી. કંપનીન સીઈઓ બની તેના કારણે તે ચર્ચામાં આવી હતી. હવે રોશની નાદર ફરી ભારતમાં સૌથી અમીર મહિલા બની જતા ચર્ચામાં આવી ગઇ છે. તેની પાસે હાલ 54,850 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગયા વર્ષે ફોર્બ્સે દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી પ્રકાશિત કરી ત્યારે રોશનીને તેમાં 54મું સ્થાન મળ્યું હતું.  રોશની યાદીમાં સતત 2017થી 2019 સુધી સ્થાન પામતી રહી છે.  કોરોના કાળમાં મોટા ભાગની કંપનીઓ  તકલીફમાં છે  ત્યારે રોશનીની કંપની એચસીએલનો નફો 31.7 ટકા વધીને 2925 કરોડ રૂપિયા થઇ ગયો છે. તેનું  શ્રેય રોશનીની નેતૃત્વની ક્ષમતાને જાય છે. શિવ નાદરે રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી ત્યારે રોશનીએ કંપનીની કમાન હાથમાં લીધી અને કોરોના કાળમાં પણ નફો કરી બતાવ્યો છે. મોદી સરકારે દેશમાં 15 દિવસનું લોકડાઉન લાદી દીધું ? જાણો વાયરલ મેસેજની હકીકત શું છે  Corona Vaccine:  આ સ્વદેશી કંપનીએ કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈની માંગી મંજૂરી, જાણો વિગત કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ કર્યુ વિરાટ કારનામું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Advertisement

વિડિઓઝ

Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Central Govt Employees: સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
WhatsApp New Guidelines: વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ  આઉટ, સરકારના કડક નિયમો જાહેર
વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ આઉટ, સરકારના કડક નિયમો જાહેર
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Embed widget