(Source: ECI/ABP News/ABP Majha)
USSD Service: ઈન્ટરનેટ વગર આ રીતે કરી શકો છો UPI ડિજિટલ પેમેંટ, જાણો કેવી રીતે કરે છે કામ
UPI Payment Without Internet: ઇન્ટરનેટ વગર ફોનથી UPI પેમેન્ટ કરવા માટે, તમારે *99# કોડનો ઉપયોગ કરવો પડશે. તેને USSD સેવા પણ કહેવામાં આવે છે.
UPI Paymeny Without Internet: આજના સમયમાં, તમારે Google Pay, PhonePe, Paytm એટલે કે (UPI) જેવી ડિજિટલ પેમેન્ટ કરવા માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર છે અને તેના વિના આ પેમેન્ટ્સ કરી શકાતા નથી. જો કે, અહીં તમને એક એવી રીત વિશે જણાવવામાં આવી રહ્યું છે જેના દ્વારા તમે ઇન્ટરનેટ કે મોબાઇલ ડેટા વગર પેમેન્ટ કરી શકો છો.
ઇન્ટરનેટ વગર ફોનથી UPI પેમેન્ટ કરવા માટે, તમારે *99# કોડનો ઉપયોગ કરવો પડશે. તેને USSD સેવા પણ કહેવામાં આવે છે. તમે *99# સેવાનો ઉપયોગ કરીને તમામ UPI સેવાઓનો લાભ લઈ શકો છો. જે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેઓ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે *99# એટલે કે યુએસએસડી ઈમરજન્સી સુવિધા લઈ શકે છે.
USSD પેમેન્ટ કેવી રીતે કરવું
- સ્માર્ટફોન પર ડાયલ બટન ખોલો અને *99# લખો, પછી કૉલ બટનને ટચ કરો.
- પોપઅપ મેનુમાં તમને એક મેસેજ મળશે. જેમાં 7 નવા ઓપ્શન આવશે અને 1 નંબર પર ટેપ કરવાથી પૈસા મોકલવાનો ઓપ્શન આવશે. તેના પર ટેપ કરો.
- જે વ્યક્તિને પેમેન્ટ કરવાનું છે તેનો નંબર ટાઈપ કરો અને પૈસા મોકલવાનો વિકલ્પ પસંદ કરો.
- UPI એકાઉન્ટ સાથે સંકળાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને પૈસા મોકલો પર ટેપ કરો.
- તમે જે રકમ મોકલવા માંગો છો તે દાખલ કરો અને પછી પૈસા મોકલો.
- પોપઅપમાં, તમારે ચૂકવણીનું કારણ, તમે શા માટે ચૂકવણી કરી રહ્યા છો તે લખવાનું રહેશે. જેમકે ભાડું, લોન અથવા શોપિંગ બિલ વગેરે.
ઇન્ટરનેટ વિના UPI પેમેન્ટ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ઈન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરવા માટે પહેલા એ જરૂરી છે કે તમારો નંબર UPI સાથે રજીસ્ટર થયેલો હોવો જોઈએ અને એ જ નંબર તમારા બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ. તમે એ જ નંબર પરથી *99# સેવાનો ઉપયોગ કરી શકો છો. તમે આ *99# સેવાનો ઉપયોગ કરીને કોઈપણ UPI સેવાનો ઉપયોગ કરી શકો છો.