Popcorn In Multiplex: જાણો શા માટે મલ્ટિપ્લેક્સમાં મોંઘા મળે છે પોપકોર્ન?
દરેક ભારતીય પરિવાર સિનેમા હોલમાં જઈને ફિલ્મની મજા માણવા માંગે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં, સિનેમા હોલમાં ફિલ્મો જોવાનું ખિસ્સા પર ભારે પડી રહ્યું છે. કારણ કે કોરોના પીરિયડ પછી મૂવીની ટિકિટો મોંઘી થઈ ગઈ છે.
Popcorn In Multiplex: દરેક ભારતીય પરિવાર સિનેમા હોલમાં જઈને ફિલ્મની મજા માણવા માંગે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં, સિનેમા હોલમાં ફિલ્મો જોવાનું ખિસ્સા પર ભારે પડી રહ્યું છે. કારણ કે કોરોના પીરિયડ પછી મૂવીની ટિકિટો મોંઘી થઈ ગઈ છે. સાથે જ મલ્ટિપ્લેક્સમાં મળતા નાસ્તા પણ ખૂબ મોંઘા થઈ ગયા છે અને વીકએન્ડમાં ફિલ્મ જોવા જવાનું ખિસ્સા પર વધુ ભારે પડે છે. ચાર લોકોના પરિવાર માટે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાનો ખર્ચ 1500થી 3000 રૂપિયા થાય છે.
જ્યારે પણ ફેમિલી મલ્ટિપ્લેક્સમાં સિનેમા જોવા જાય છે, ત્યારે પોપકોર્ન તેમનો પ્રિય નાસ્તો હોય છે. પરંતુ મોંઘા પોપકોર્ન લોકોની પહોંચની બહાર થઇ રહ્યા છે. જેના કારણે મલ્ટિપ્લેક્સ લોકોના નિશાના પર છે. પરંતુ પીવીઆરના એમડી અજય બિજલીએ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું કે પોપકોર્ન મોંઘા હોવાની ટીકા કરવી યોગ્ય ન ગણી શકાય. પરંતુ મલ્ટિપ્લેક્સમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો અને પીણાંના ભાવમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
તેમણે કહ્યું કે જ્યારે આપણે સિંગલ સ્ક્રીનથી મલ્ટિપ્લેક્સ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે મલ્ટિપ્લેક્સની ઓપરેશનલ કોસ્ટ વધી છે. આ મોંઘા ખર્ચને આવરી લેવા માટે નાસ્તાના ભાવમાં વધારો કરવો પડે છે. અજય બિજલીના જણાવ્યા અનુસાર, મલ્ટીપ્લેક્સમાં ફૂડ એન્ડ બેવરેજનો બિઝનેસ 1500 કરોડ રૂપિયાનો છે. મલ્ટિપ્લેક્સમાં ઘણી બધી સ્ક્રીન હોય છે, જેના કારણે ખર્ચ 4 થી 6 ગણો વધી જાય છે. મલ્ટિપ્લેક્સમાં મલ્ટિપલ પ્રોજેક્શન રૂમથી લઈને સાઉન્ડ સિસ્ટમ્સ સુધીની સિસ્ટમ હોય છે જેનાથી વધારાનો ખર્ચે આવે છે.
તો બીજી તરફ, હાલના સમયમાં સતત ફ્લોપ થઈ રહેલી હિન્દી ફિલ્મોએ પણ મલ્ટિપ્લેક્સ કંપનીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષાબંધન ફ્લોપ રહી હતી. લાલ સિંહ ચઢ્ઢા 210 કરોડના ખર્ચે બની હતી પરંતુ બોક્સ ઓફિસ પર માત્ર 45 કરોડ જ કલેક્શન કરી શકી છે. રક્ષાબંધન રૂ. 120 કરોડના ખર્ચે બની હતી, જે અત્યાર સુધીમાં માત્ર રૂપિયા 35 કરોડ જ એકત્ર કરી શકી છે. બોલિવૂડ ફિલ્મો પ્રત્યેની ઉદાસીનતાએ પણ મલ્ટિપ્લેક્સ કંપનીઓની ચિંતા વધારી દીધી છે.