શોધખોળ કરો
Advertisement
લોકડાઉન વચ્ચે EPF એકાઉન્ટમાંથી ઉપાડી શકશો રૂપિયા, જાણો શું છે શરતો?
રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952માં સંશોધનને લઇને 28 માર્ચ 2020ના રોજ આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું હતું.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંબંધિત પ્રતિબંધો વચ્ચે રોજગાર મંત્રાલયે ઇપીએફ યોજનાના છ કરોડથી વધુ ખાતાધારકોને પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી છે. આ જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લા સપ્તાહમાં વિવિધ ક્ષેત્રો માટે 1.70 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ હેઠળ કરવામાં આવી હતી.
આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જે અનુસાર, ઇપીએફ એકાઉન્ટમાંથી ઉપાડવાની રકમ ખાતાધારકના ત્રણ મહિનાના બેઝિક પે અને મોંઘવારી ભથ્થા અથવા તેમના ખાતામાં જમા કુલ રકમના ત્રીજા ભાગમાંથી જે ઓછું હશે એનાથી વધારે હોઇ શકે નહીં. લોકડાઉન વચ્ચે લોકોને રાહત આપવા આ નિર્ણય લેવાયો છે.
રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952માં સંશોધનને લઇને 28 માર્ચ 2020ના રોજ આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું હતું. મંત્રાલય અનુસાર, નોટિફિકેશનમાં ત્રણ મહિનાના બેઝિક પે અને મોંઘવારી ભથ્થું અથવા ઇપીએફ એકાઉન્ટમાં પડેલી 75 ટકા રકમ જે પણ ઓછી હશે એને ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ રકમ પાછી આપવાની જરૂર નહી રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement