શોધખોળ કરો
Advertisement
મારુતિની માઇક્રો SUV ક્યારે થશે લોન્ચ ? કેટલી હશે કિંમત, જાણો વિગત
મારુતિ સુઝુકીની માઈક્રો એસયુવી S-Presso લાંબા સમયથી સમાચારમાં છે. હવે આ એસુયીવીની લોન્ચિંગ ડેટ સામે આવી છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની માઈક્રો એસયુવી S-Presso લાંબા સમયથી સમાચારમાં છે. હવે આ એસુયીવીની લોન્ચિંગ ડેટ સામે આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે મારુતિ S-Pressoને 30 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. આ કાર ઓટો એક્સપો 2018માં રજૂ કરવામાં આવેલા ફ્યૂચર એક કોન્સેપ્ટનું પ્રોડક્શન વર્ઝન છે. બજેટ સેગમેન્ટમાં આવતી મારુતિની આ નાની એસયુવી માર્કેટમાં 1 લીટર એન્જિનવાળી રેનો ક્વિડને ટક્કર આપશે.
મારુતિ એસ-પ્રેસોના લુક એસયુવી જેવો રહેશે. માઇક્રો એસયુવીમાં હેલોજન લાઇટ્સની સાથે શાર્પ હેડલેમ્પ્સ અને બ્રેક લાઇટ્સ સાથે સ્વેપ્ટબેક ટેલલેમ્પ્સ રહેશે. નવી કાર મારુતિના લેટેસ્ટ હાઈટેક પ્લેટફોર્મ પર આધારિત હશે. આ પ્લેટફોર્મના ઉપયોગ નવી વેગન આર, સ્વિફ્ટ અને અર્ટિગા સહિત મારુતિની અન્ય કારોમાં થયો છે. તેમાં ડ્યૂલ ફ્રંટ એરબેગ્સ, એસબીએસ રિયર પાર્કિંગ સેન્સર્સ અને સીટ બેલ્ટ રિમાઈન્ડ જેવા સેફટી ફિચર્સ મળશે. ઉપરાંત આ નાની એસયુવી નવા સેફ્ટી અને ક્રેશ ટેસ્ટ નોર્મ્સને અનુરૂપ હશે.
આ નવી એસયુવીમાં ડાર્ક ગ્રે ઈન્ટીરિયરની સાથે સેલેરિયો જેવો કેબિનરૂમ મળવાની સંભાવના છે. ડેશબોર્ડની ડિઝાઇન ઘણા અંશે આ કોન્સેપ્ટ કારથી પ્રેરિત હશે. તેમાં રાઉન્ડ શેપ્ડ ડિજિટલ સેન્ટલ કંસોલની અંદર ડિજિટલ સ્પીડોમીટર અને ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત અનેક એડવાન્સ્ડ ફીચર્સ જોવા મળી શકે છે.
મારુતિ એસ-પ્રેસોમાં બીએસ6વાળું 1.0 લીટર પેટ્રોલ એન્જિન મળવાની શક્યા છે. નવી કાર અલ્ટો કે 10 સાથે ઉપલબ્ધ રહેશે, પરંતુ તેની કિંમત થોડી વધારે હશે. મારુતિની ઐ નવી એસયુવીની કિંમત 3.70 લાખ થી 4.50 લાખ રૂપિયા વચ્ચે હશે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
PM મોદી, અમિત શાહ અને રાષ્ટ્રપતિએ પાઠવી જન્માષ્ટમીની શુભકામના, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement