Medplus Health Services IPO: આજે ખૂલ્યો Medplus Health Services નો આઈપીઓ, ગ્રે માર્કેટ પ્રીમિયમ છે મજબૂત
Medplus Health Services IPO: મેડપ્લસે IPO પ્રાઇસ બેન્ડ રૂ. 780-796 પ્રતિ ઇક્વિટી છે. શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે.
Medplus Health Services IPO: મેડપ્લસ હેલ્થ સર્વિસિસ લિમિટેડનો IPO આજે ખૂલ્યો છે અને બુધવારે બંધ થશે. વોલ્યુમ અને પહોંચની દ્રષ્ટિએ ભારતની બીજી સૌથી મોટી ફાર્મસીના પબ્લિક ઈસ્યુમાં રૂ. 600 કરોડના શેરના તાજા ઈશ્યુ અને રૂ. 798.29 કરોડના શેરના ઓફર-ફોર-સેલ (OFS)નો સમાવેશ થાય છે
કેટલી છે પ્રાઈસ બેંડ
મેડપ્લસે IPO પ્રાઇસ બેન્ડ રૂ. 780-796 પ્રતિ ઇક્વિટી છે. શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે. IPOWatch અનુસાર, IPO શરૂ થયા પહેલા,મેડપ્લસ હેલ્થ સર્વિસિસ લિમિટેડના શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 300ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે અગાઉ રૂ. 250 હતા.
ક્યારે થશે લિસ્ટિંગ
મેડપ્લસના કર્મચારીઓ માટે રૂ. 5 કરોડના શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે. પાત્રતા ધરાવતાં કર્મચારીઓને અંતિમ ઓફર કિંમત પર શેર દીઠ રૂ. 78ના ડિસ્કાઉન્ટ પર શેર મળશે. 20 ડિસેમ્બર સુધીમાં શેરની ફાળવણીને આખરી ઓપ આપવામાં આવે તેવી શક્યતા છે અને સફળ રોકાણકારોને 22 ડિસેમ્બરે અથવા તે પછી તેમના ડીમેટ ખાતામાં શેર મળશે. BSE અને NSE પર 23મી ડિસેમ્બરે શેરનું લિસ્ટિંગ થશે
શું તમારે આઈપીઓ ભરવો જોઈએ ?
ઘણા બ્રોકરેજ આઈપીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે અને 'સબ્સ્ક્રાઇબ' રેટિંગ આપ્યું છે. જે કંપની માટે વૃદ્ધિની વિશાળ તક હોવાનું છે. કારણ કે સંગઠિત રિટેલ ફાર્મસીનો માત્ર 10% હિસ્સો છે અને ત્યાં વેપારની અનેક તક છે. અસંગઠિતમાંથી સંગઠિત ફાર્મસીમાં ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યું છે, જેથી કંપનીને ફાયદો થઈ શકે તેમ છે.
મેડપ્લસે 36 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 418 કરોડ એકત્ર કર્યા
કંપનીએ ગયા અઠવાડિયે 10 ડિસેમ્બરે શેર દીઠ રૂ. 796ના પ્રાઇસ બેન્ડના ઉપલા છેડે 52,51,111 ઇક્વિટી શેર ફાળવીને 36 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 418 કરોડ એકત્ર કર્યા હતા. આ પ્રક્રિયા દ્વારા અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, બ્લેકરોક ગ્લોબલ ફંડ્સ, નોમુરા, ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ગોલ્ડમેન સાકસ, મોર્ગન સ્ટેનલી, વાસેચ ઈન્ટરનેશનલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, કાર્મિનાક પોર્ટફોલિયો અને સીઆઈ એશિયન ટાઈગર ફંડ જેવા રોકાણકારોને ભંડોળની ફાળવણી કરવામાં આવી હતી. એચડીએફસી ટ્રસ્ટ, આદિત્ય બિરલા સન લાઈફ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન લાઈફ, કોટક મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને એડલવાઈસ જેવા સ્થાનિક રોકાણકારોએ પણ કંપનીમાં રોકાણ કર્યું છે.