શોધખોળ કરો

Money Rule Changing: એક માર્ચથી બદલાઇ જશે ફાસ્ટેગથી લઇને GSTના નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર

Money Rule Changing: ચાલો જાણીએ એવા ફેરફારો વિશે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે

Money Rules Changing from 1 March 2024:  આજે ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી માર્ચ શરૂ થશે. આવી સ્થિતિમાં નવા મહિનાની શરૂઆત સાથે પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાઈ જશે. આવતીકાલથી SBIના ક્રેડિટ કાર્ડ, ફાસ્ટેગથી GST સુધીના નિયમો બદલાશે. ચાલો જાણીએ એવા ફેરફારો વિશે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.

એલપીજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે

તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવતીકાલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર કરી શકે છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે.

GST નિયમોમાં ફેરફાર

કેન્દ્ર સરકારે GST નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે 5 કરોડથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈ-ઈનવોઈસ વિના ઈ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. આ નિયમ શુક્રવારથી લાગુ થશે.

ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને તેમાં KYC અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં ફાસ્ટેગમાં KYC અપડેટ કરવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે આમ કરવામાં નિષ્ફળ થશો તો NHAI તમારા ફાસ્ટેગને ડિએક્ટિવેટ કરી દેશે.

SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. બેન્ક 15 માર્ચથી તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેન્ક આ જાણકારી ગ્રાહકોને ઈ-મેલ દ્વારા આપી રહી છે.

માર્ચમાં આટલા દિવસો સુધી બેન્કો બંધ રહેશે

માર્ચ 2024 માં દેશભરના વિવિધ રાજ્યોમાં બેન્કો કુલ 14 દિવસ માટે બંધ રહેશે. જેમાં સાપ્તાહિક શનિવાર અને રવિવારની રજાઓ સિવાય મહાશિવરાત્રી, હોળી અને ગુડ ફ્રાઈડેના કારણે બેન્કો ઘણા દિવસો સુધી બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમારી પાસે બેન્ક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો રજાઓની યાદી તપાસ્યા પછી જ બહાર જાવ.                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 

કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

વિડિઓઝ

Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

Embed widget