શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતીય અર્થવ્યવસ્થાને લાગ્યો ઝટકો, મૂડીઝે ભારતના ગ્રોથરેટનો અંદાજ 5.8 ટકા કર્યો
રિઝર્વ બેન્કે તાજેતરમાં મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠક બાદ જીડીપી ગ્રોથ રેટનો અંદાજ ઘટાડીને 6.10 ટકા કરી દીધો છે.
નવી દિલ્હીઃ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે 2019-20માં ભારતના જીડીપીનો ગ્રોથ રેટનું અનુમાન 6.20 ટકાથી ઘટાડીને 5.80 ટકા કરી દીધો છે. મૂડીઝનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મંદીથી ખૂબ પ્રભાવિત છે. અને તેની કેટલીક લાંબાગાળાની અસરો થશે. રિઝર્વ બેન્કે તાજેતરમાં મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠક બાદ જીડીપી ગ્રોથ રેટનો અંદાજ ઘટાડીને 6.10 ટકા કરી દીધો છે.
મૂડીઝે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંદીના કારણે રોકાણમાં ઘટાડો થયો છે ત્યારબાદમાં રોજગાર સર્જનમાં મંદી આવી છે અને ગ્રામીણ ક્ષેત્રમાં આર્થિક સંકટના કારણે ગ્રાહકો પણ પ્રભાવિત થયા છે. મૂડીઝે કહ્યું કે, મંદીના અનેક કારણ છે અને તેમાંથી મોટાભાગના સ્થાનિક છે અને લાંબાગાળાની અસર થશે.
મૂડીઝે કહ્યું કે, ગ્રોથ રેટ બાદમાં 2020-21માં 6.6 ટકા અને મધ્યમગાળામાં લગભગ 7 ટકા થઇ જશે. અમે આગામી બે વર્ષ જીડીપીની વાસ્તવિક ગ્રોથ અને મોંઘવારીમાં ધીમા સુધારાની આશા છે. અમે બંન્ને માટે પોતાનો પૂર્વાનુમાન ઘટાડ્યો છે. બે વર્ષ અગાઉની સ્થિતિની તુલના કરવામાં આવે તો જીડીપી ગ્રોથ રેટ 8 ટકા અથવા તેનાથી વધુ રહેવાની આશા ઓછી થઇ ગઇ છે. આ અગાઉ એશિયાઇ વિકાસ બેન્ક અને ઓઇસીસીડીએ પણ ભારતની ઇકોનોમિક ગ્રોથનો અંદાજ ઘટાડી દીધો હતો. રેટિંગ એજન્સીઓ સ્ટાર્ડર્ડ એન્ડ પુઅર્સ અને ફિચે પૂર્વ અનુમાન ઘટાડી દીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
મનોરંજન
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion