આ ચાર બેંકની સ્પેશ્યલ FD સ્કીમમાં મળી રહ્યું છે વધારે વ્યાજ, 30 જૂન છે અંતિમ દિવસ
આ સ્પેશ્યલ સ્કીમ અંતર્ગત સામાન્ય એફડીની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે.
દેશની ચાર મોટી બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશ્યલ એફડી સ્કીમ બહાર પાડી છે. આ સ્પેશ્યલ સ્કીમ અંતર્ગત સામાન્ય એફડીની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. SBI, HDFC બેંક, ICICI અને બેંક ઓફ બરોડાની આ સ્પેશ્યલ સ્કીમ 30, 2021ના રોજ ખત્મ થઈ રહી છે.
જો તમે સીનિયર સિટીઝન છો અને અને સામાન્ય FD કરતાં વધારે વ્યાજ ઇચ્છો છો તો આ મહિને તમે તેમાં રોકાણ કરી શકો છો.
SBIની સ્કીમ
ભારતીય સ્ટેટ બેંકે SBI વીકેર નામથી નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે.
રિટેલ ટર્મ ડિપોઝિટ સેગમેન્ટ અંતર્ગત આ સ્કીમ શરૂ કરવામાં આવી છે.
તેમાં વરિષ્ઠ નાગરિકોને સામાન્ય FD પર મળનારાર વ્યાજ કરતાં 0.80 % વધાર વ્યાજ મળશે.
જે ગ્રાહકો નક્કી સમયમાં આ સ્કીમ માટે રજિસ્ટર કરશે તેને જ લાભ મળશે.
SBI સામાન્ય એફડી પર હાલમાં વધુમાં વધુ 5.40% આપી રહી છે.
ICICIની સ્કીમ
ગોલ્ડન યર્સ એફડી નામની આ સ્કીમમાં રોકાણકારોને સામાન્ય FDની તુલનામાં 0.80 ટકા વધારે વ્યાજ મળશે.
હાલમાં ICICI બેંક 5થી 10 વર્ષ સુધીના ગાળાની FD પર સૌથી વધારે 5.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.
વરિષ્ઠ નાગરિકોને આ સ્કીમ અંતર્ગત વધુમાં વધુ 6.30 ટકા વ્યાજ મળશે.
આ સ્કીમ 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધી માટે 2 કરોડ રૂપિયા સુધીની જમા રકમ પર લાગુ થશે.
આ સ્કીમ નવી FDની સાથે સાથે જૂની FD રીન્યૂ કરવા પર પણ લાગુ થશે.
ICICI બેંક ગોલ્ડન યર્સ એફડી હશે તો તેના પર ક્રેડિટ કાર્ડ પણ લઈ શકાય છે.
બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડા સ્પેશ્યલ ઓફર અંતર્ગત 5 વર્ષથી લઈને 10 વર્ષ સધીના ગાળાની FD પર સીનિયર સિટીઝનને જૂન 2021 સુધી 1 ટકા વધારે વ્યાજ મળી રહ્યું છે.
બેંક ઓફ બરોડામાં સીનિયર સિટીઝન માટે હાલમાં FD પર 3.3થી લઈને 6.25 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ લાગુ છે.
HDFCની સ્કીમ
સીનિયર સિટીઝન કેયર એફડી નામથી HDFCએ સ્કીમ શરૂ કરી છે.
સીનિયર સિટીઝન્સ પાંચ વર્ષથી 10 વર્ષના ગાળાની એફડી પર સામાન્ય ગ્રાહકોને આપવામાં આવનાર વ્યાજથી 0.75 ટકા વધુ વ્યાજ મળશે.
વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ ગાળાની એફડી પર અન્યની તુલનામાં 0.5 ટકા વ્યાજ મળશે.
આ સ્કીમ અંતર્ગત વધુમાં વધુ વાર્ષિક 6.25 ટકા વ્યાજ મળશે.
HDFC બેંક સામાન્ય એફડી પર વધુમાં વધુ 5.5 ટકા વ્યાજ આપી રહી છે.