શોધખોળ કરો

Gandhinagar: સ્ટાર્ટઅપ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતનો વાગ્યો ડંકો, MSME એકમોને ચૂકવવામાં આવી 2 હજાર કરોડથી વધુની સહાય

ગાંધીનગર: છેલ્લા બે દાયકાથી MSME ક્ષેત્રે પણ ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે. આજે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે.

ગાંધીનગર: છેલ્લા બે દાયકાથી MSME ક્ષેત્રે પણ ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે. આજે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. મહારાષ્ટ્ર કુલ ૫૦.૬૦ લાખથી MSME એકમોની નોંધણી સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે છે. જ્યારે, ગુજરાત ૨૧.૮૨ લાખથી વધુ એકમોના ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમા ક્રમે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ ૨૫ ટકાથી ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. 

આ ઉપરાંત સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા તેમજ અન્ય બેંકો દ્વારા જે MSME એકમો પાસે ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવવા માટે GST, ITR અને PAN કાર્ડ જેવા પૂરતા ડોક્યુમેન્ટ ઉપલબ્ધ ન હોય, તેવા ઉદ્યોગ એકમોને ‘ઉદ્યમ આસિસ્ટેડ પ્રોગ્રામ’ હેઠળ MSME તરીકે નોંધવામાં આવે છે. સાથે જ, આવા ઉદ્યોગ એકમોને પ્રાયોરીટી સેક્ટર લેન્ડીંગ હેઠળ આવરી લેવામાં આવે છે. જો આવા ઉદ્યોગ એકમોને પણ ધ્યાનમાં લેવામાં આવે તો, ગુજરાતમાં અત્યારે કુલ ૩૨.૫૨ લાખથી વધુ MSME એકમોની નોંધણી થઇ છે.

ગુજરાતમાં નોંધાયેલા આશરે ૨૧.૮૨ લાખથી વધુ MSME એકમો પૈકી ૨૦.૮૯ લાખથી વધુ સૂક્ષ્મ ઉદ્યોગો, ૮૪ હજારથી વધુ લઘુ ઉદ્યોગો તેમજ ૮,૭૦૦થી વધુ મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના સાહસિક ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા તેમજ MSME એકમોને વધુ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ તેમજ આત્મનિર્ભર યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના નવેમ્બર સુધીમાં ગુજરાતના કુલ ૪૭ હજારથી વધુ MSME એકમોને રૂ. ૨,૦૮૯ કરોડની માતબર સહાય ચૂકવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશનો વિકાસ ક્રમ ઘણા સૂચકાંકોના આધારે સુનિશ્ચિત કરવામાં આવે છે. ભારતમાં ઓદ્યોગિક વિકાસ ક્ષેત્રે રોજગારી, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, માનવ વિકાસ, ઊર્જા કાર્યક્ષમતા અને ઉત્પાદન ક્ષેત્રે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) સૂચકાંકોનો સમાવેશ થાય છે.આ માપદંડોના આધારે ગુજરાત દેશના ઉત્પાદનમાં ૧૬ ટકા, GDPમાં ૮.૬ ટકા અને રૂ. ૨૬ ટ્રિલિયનના ફાળા સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત દેશના કુલ નિકાસમાં પણ ગુજરાત ૩૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ગુજરાતની પ્રગતિમાં રાજ્યના MSME એકમોનો ૪૦ ટકાથી વધુ ફાળો છે.

આ પણ વાંચો....

Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ, મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

Embed widget