Multibagger Penny Stock: 2.5 રુપિયાના શેરે કર્યા માલામાલ, માત્ર 2 વર્ષમાં 3300 ટકા રિટર્ન
શેરબજારના ઘણા પેની સ્ટોક્સે રોકાણકારોને ખૂબ જ શાનદાર વળતર આપ્યું છે. Servotech Powerના શેર પણ આવા જ છે, જેણે ટૂંકા ગાળામાં રોકાણકારોને સારુ રિટર્ન આપ્યું છે.
Multibagger Penny Stock: શેરબજારના ઘણા પેની સ્ટોક્સે રોકાણકારોને ખૂબ જ શાનદાર વળતર આપ્યું છે. Servotech Powerના શેર પણ આવા જ છે, જેણે ટૂંકા ગાળામાં રોકાણકારોને સારુ રિટર્ન આપ્યું છે. સ્મોલ કેપ મલ્ટીબેગર સ્ટોકે છેલ્લા બે વર્ષમાં 3300 ટકા વળતર આપ્યું છે. NSE પર લિસ્ટેડ આ શેરે છેલ્લા બે વર્ષમાં રોકાણકારોના રૂ. 1 લાખને રૂ. 34 લાખમાં રૂપાંતરિત કર્યા છે.
Servotech Power શેર છેલ્લા બે વર્ષથી સતત વધી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં આ શેર 83 રૂપિયાથી વધીને 86 રૂપિયા પ્રતિ શેર થયો છે. એટલે કે રોકાણકારોને ત્રણ ટકા વળતર મળ્યું છે. આ મલ્ટિબેગર પેની સ્ટોક છ મહિનાના ગાળામાં શેર દીઠ રૂ. 20.65થી વધીને રૂ. 86 પ્રતિ શેર પર પહોંચી ગયો છે. આ દરમિયાન 430 ટકા રિટર્ન આપવામાં આવ્યું છે.
એક વર્ષ પહેલા આ સ્મોલ કેપ સ્ટોક 6 રૂપિયા પ્રતિ શેર હતો અને આ સમયગાળા દરમિયાન તેણે 1300 ટકા વળતર આપ્યું છે. એ જ રીતે છેલ્લા બે વર્ષમાં શેર રૂ. 2.50 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. તેણે બે વર્ષમાં 3300 ટકાથી વધુ વળતર આપ્યું છે.
રોકાણકારો કેટલા અમીર બન્યા
સર્વોટેક પાવર શેરના ઈતિહાસ મુજબ ગણતરી કરીએ તો, જો કોઈ રોકાણકારે આ મલ્ટિબેગર સ્ટોકમાં એક મહિના પહેલા રોકાણ કર્યું હોત, તો આજે રૂ. 1.03 લાખ થઈ ગયા હોત. જે રોકાણકારોએ છ મહિના પહેલા એક લાખનું રોકાણ કર્યું હતું તેમના પૈસા આજે 4 લાખ રૂપિયા હશે. જો કોઈ વ્યક્તિએ વર્ષ 2023ની શરૂઆતમાં રોકાણ કર્યું હોત તો તેને અત્યારે 5.30 લાખ રૂપિયા મળ્યા હોત.
આ ઉપરાંત એક વર્ષ પહેલા રોકાણ કરેલ 1 લાખ રૂપિયા 14 લાખ થઈ જશે. રોકાણકારો કે જેમણે લગભગ બે વર્ષ પહેલાં રૂ. 2.5 પ્રતિ શેરના ભાવે રૂ. 1 લાખનો સ્ટોક ખરીદ્યો હતો તેઓ આજે રૂ. 34 લાખમાં રૂપાંતરિત થયા હશે.
કંપની શું કરે છે
સર્વોટેક પાવર સિસ્ટમ્સ લિમિટેડે તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકાર સાથે એક ડીલ કરી છે. કંપની રાજ્યમાં EV ચાર્જર પ્લાન્ટ સ્થાપવા માંગે છે. આ પ્લાન્ટની સ્થાપના ઉત્તર પ્રદેશ ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ એન્ડ મોબિલિટી પોલિસી 2022 હેઠળ કરવામાં આવશે. સાઈન કરવામાં આવેલા એમઓયુ મુજબ, સર્વોટેક આ પ્રોજેક્ટ માટે તબક્કાવાર આશરે 300 કરોડનું રોકાણ કરશે અને 500 થી વધુ લોકોને રોજગારીનું સર્જન કરશે. તે 2025 સુધીમાં શરૂ થશે અને 10,000 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પર નાણાંનું રોકાણ કરવાની ક્યારેય સલાહ આપવામાં આવતી નથી.