Multibagger stock: આ મલ્ટીબેગર શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ, એક વર્ષમાં આપ્યું અધધ 2000 ટકા રિટર્ન
શેરબજારમાં માર્કેટ એક્સપર્ટ હજુ પણ સ્ટોક્સને લઈ ઘણા બુલિશ છે. માર્કેટ એક્સપર્ટ મુજબ શેરમાં ગમે ત્યારે ઘટાડા પર ખરીદી કરી શકાય છે.
Multibagger Stock: ચાલુ વર્ષે અનેક મલ્ટીબેગર શેર્સે રોકાણકારોને માલામાલ કર્યા છે. આજે અમે તમને આવા જ સ્ટોક અંગે જણાવી રહ્યા છીએ. જેણે રોકાણકારોને એક વર્ષમાં 2000 ટકા વળતર આપ્યું છે. આ શેરનું નામ એક્સપ્રેસો ઈન્ડિયા છે. આ કંપનીના શેરમાં રોકાણ કરનારા લોકોને મોટો ફાયદો થયો છે. આ પોલિમર પ્રોસેસિંગ કંપનીનો સ્ટોક છે. આ શેર 33.75 રૂપિયાથી વધીને 721.65 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે.
શેરબજારમાં માર્કેટ એક્સપર્ટ હજુ પણ સ્ટોક્સને લઈ ઘણા બુલિશ છે. માર્કેટ એક્સપર્ટ મુજબ શેરમાં ગમે ત્યારે ઘટાડા પર ખરીદી કરી શકાય છે. 17 નવેમ્બર 2020ના રોજ શેર 34 રૂપિયાના સ્તરે હતો અને 15 નવેમ્બરે 724.70 રૂપિયા પર ટ્રેડ કરતો હતો. શેરબજાના જાણકારો મુજબ એક્સપ્રો ઈન્ડિયાના શેરમાં નફાવસૂલીની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ નફાવસૂલી બાદ તેમાં અપટ્રેન્ડ જોવા મળી શકે છે.
શેરે આપ્યું બંપર રિટર્ન
આ મલ્ટીબેગર શેરે છેલ્લા એક મહિનામાં સારું વળતર આપ્યું છે. શેરનો ભાવ 669 રૂપિયાથી વધીને 721.65 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા છ મહિનામાં એક્સપ્રો ઈન્ડિયાના શેરની કિંમત 118.70 રૂપિયાથી વધીને 721.65ના સ્તર પર પહોંચી ગઈ છે. આ સમયગાળામાં શેરમાં 500 ટકાથી વધારે ઉછાળો જોવા મળ્યો છે.
એક લાખ બની જાત 21 લાખ
જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત તો તેના એક લાખ રૂપિયા 1.08 લાખ થઈ જાત. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા એક્સપ્રેસો ઈન્ડિયાના શેરમાં 1 લાખનું રોકાણ કર્યુ હોત તો આજે છ લાખ બની ગયા હોત. આ રીતે કોઈ રોકાણકારે 2021ની શરૂઆતમાં 33.75 રૂપિયાના સ્તર પર આ શેરમાં એક લાખનું રોકાણ કર્યુ હોત તો આજે 21.38 લાખ બની ગયા હતા.
Disclaimer: અહીંયા માત્ર જાણકારી આપવામાં આવી છે. માર્કેટમાં રોકાણ જોખમને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો. એબીપી ન્યૂઝ અહીં કોઈપણ પ્રકારના રૂપિયા લગાવવાની સલાહ નથી આપતું.