આ કંપનીએ એક જ દિવસમાં રોકાણકારોને માલામાલ કરી દીધા, શેર 81% પ્રીમિયમે થયો લિસ્ટ
માત્ર 583 કરોડ રૂપિયાના આઈપીઓ માટે કંપનીએ 4 મર્ચન્ટ બેંકરને રાખ્યા હતા.
સ્ટોક માર્કેટમાં નજારા ટેકનો શેર 81 ટકા પ્રીમિયન પર લિસ્ટ થયો છે. IPOમાં એક શેરનો ભાવ 1101 રૂપિયા હતા, જે NSE પર 1990 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે. એટલે કે રોકાણકારોને લિસ્ટિંગના સમયે એક શેર પર 889 રૂપિયાનો લાભ થયો છે. જોકે 11.20 કલાકે સ્ટોક 1630 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
2021માં બીજો સૌથી વધારે ભરાયો નજારા ટેકનો IPO
ગેમિંગ કંપની નજારા ટેકનો IPO 175.46 ગણો ભરાયો હતો. આ 2021માં સૌથી વધારે સબ્સક્રાઈબ થનાર IPO રહ્યો. આ પહેલા MTAR ટેક્નોલોજીનો આઈપીઓ 200.79 ગણો ભરાયો હતો. નજારા ટેકનો આઈપીઓમાં QIBનો હિસ્સો 103.77 ગણો, NIIનો હિસ્સો 389.89 ગણો અને રિટેલ હિસ્સો 75.29 ગણો ભરાયો હતો.
એન્કર રોકાણકારો દ્વારા 261 કોરડ રૂપિયા મેળવ્યા
માત્ર 583 કરોડ રૂપિયાના આઈપીઓ માટે કંપનીએ 4 મર્ચન્ટ બેંકરને રાખ્યા હતા, જેમાં ICICI સિક્યોરિટીઝ, IIFL, જેફરીઝ અને નોમુરા હતી. કંપનીનો IPO ખુલતા પહેલા એન્કર રોકાણકારોએ 261 કરોડ રૂપિયા લગાવ્યા હતા. કંપનીએ 43 એન્કર રોકાણકારો કુલ 23.73 લખ શેર આપ્યા છે. આ શેર 1101 રૂપિયા પર આપ્યા છે. તેનાંથી કંપનીને 261.31 કરોડ રૂપિયા મળ્યા છે.
2018માં કંપનીએ IPO માટે કરી હતી અરજી
કંપનીએ આ પહેલા સેબીની પાસે 2018માં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. જોકે ત્યારે માર્કેટ રેગ્યુલેટર સેબીએ તે સમયે IPO માટે મંજૂરી આપી ન હતી. ઈશ્યૂમાં ક્યૂઆઈબી માટે 75 ટકા હિસ્સો, એચએનઆઈ- HNI માટે 15 ટકા અને રિટેલ રોકાણકારો માટે માત્ર 10 ટકા હિસ્સો રિઝર્વ રાખ્યો હતો. લિસ્ટિંગ બાદ કંપનીની માર્કેટ કેપ અંદાજે 3352 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
કંપનીનો કારોબાર
31 માર્ચ 2018માં કંપનીની આવક 181 કરોડ રૂપિયા હતી. 2019 માર્ચમાં તે 186 કરોડ રૂપિયા જ્યારે 2020માં તે 262 કરોડ રૂપિયા રહી હતી. સપ્ટેમ્બર 2020 સુધી તે 207 કરોડ રૂપિયા હતો. તેના નફાની વાત કરીએ તો તે 2018માં 1 કરોડ રૂપિયા હતી જ્યારે 2019માં 6.7 કરોડ રૂપિયા હતો. 2020 માર્ચ સુધીમાં તે 26 કરોડ રૂપિયાની ખોટમાં ચાલતી હતી અને સપ્ટેમ્બર 2020માં તે 10 કરોડ રૂપિયાની ખોટમાં ચાલતી હતી. કંપની મૂળતો છોટા ભીમ, મોટૂ પતલૂ જેવી ગેમિંગ સિરીઝ માટે જાણીતી છે.