શોધખોળ કરો
Advertisement
સાઈરસ મિસ્ત્રી બોલ્યા - ટાટા ગ્રુપમાં પરત ફરવા નથી માંગતો
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ કહ્યું તેઓ હવે ગ્રુપમાં પરત ફરવા માગતા નથી.
મુંબઈ: ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ કહ્યું તેઓ હવે ગ્રુપમાં પરત ફરવા માગતા નથી. સાયરસ મિસ્ત્રીએ કહ્યું તેઓ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યૂનલના આભારી છે જેમણે રતન ટાટા અને અન્ય ટ્રસ્ટીઓના પૂર્વગ્રહથી ગ્રસ્ત વલણને સમજ્યું. સાથે જ મને હટાવવા માટેની રીતોને પણ ગેરકાયદે માની. મિસ્ત્રીએ ટાટા સમૂહના હિતને તેમની પહેલી પ્રાથમિકતા જણાવી હતી.
સાઇરસ મિસ્ત્રીનું મોટુ નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે NCLAT દ્વારા પોતાના પક્ષમાં નિર્ણય આવવા છતા તેઓ કંપનીના ચેરમેન પદ પર ફરીથી સ્થાપિત નહીં થાય. સાઇરસ મિસ્ત્રીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં એનસીએલએટીના નિર્ણયે પડકાર્યો છે.
સાયરસ મિસ્ત્રીએ કહ્યું, મારા માટે મારા સિવાય ટાટા ગ્રુપનું હિત જરૂરી છે. હું સ્પષ્ટ કરી દેવા માગુ છું કે એનસીએલટીનો આદેશ મારા પક્ષમાં હોવા છતાંય હું ટાટા સન્સના એક્ઝીક્યૂટીવ ચેરમેન સહિત ટીસીએસ, ટાટા ટેલિસર્વિસીઝ અથવા ટાટા ઇન્ડસ્ટ્રીઝનું ડાયરેક્ટર પદ ગ્રહણ કરવા ઇચ્છુક નથી. હું માઇનોરિટી શેર હોલ્ડરની હેસિયતથી મારા અધિકારોની રક્ષાના દરેક વિકલ્પો પર વિચાર કરીશ. ટાટા સમૂહમાં નિષ્પક્ષતા અને કોર્પોરેટ ગવર્નન્સનું ઉચ્ચતમ સ્તર બનાવી રાખવું મારી પ્રાથમિકતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement