હવામાં રોમાન્સ કરવા આ એરલાઇન્સ લઇને આવી 45 મિનિટનો ખાસ પ્લાન, જાણો કેટલો થશે ખર્ચ
હવાઈ મુસાફરી દરમિયાન ઘણા નિયમો છે જેનું ઉલ્લંઘન કરી શકાતું નથી. પ્રવાસ દરમિયાન લોકો માટે પ્લેનમાં રોમાન્સ કરવો પણ મુશ્કેલ છે અને શરીર સંબંધનો તો વિચાર પણ નથી કરી શકાતો.
હવાઈ મુસાફરી દરમિયાન ઘણા નિયમો છે જેનું ઉલ્લંઘન કરી શકાતું નથી. પ્રવાસ દરમિયાન લોકો માટે પ્લેનમાં રોમાન્સ કરવો પણ મુશ્કેલ છે અને શરીર સંબંધનો તો વિચાર પણ નથી કરી શકાતો. જો કે, હવે એક એરલાઈન્સ આવી ઓફર લઈને આવી છે, જેના હેઠળ તમને ન માત્ર પ્રેમ કરવાની સ્વતંત્રતા મળશે પરંતુ પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવશે. અમેરિકામાં કેસિનો માટે પ્રખ્યાત લાસ વેગાસની એરલાઈન યુગલો માટે હવામાં પ્રેમ કરવા માટે એક અનોખો પ્લાન લઈને આવી છે.
45 મિનિટનો પ્લાન
એરલાઈને 45 મિનિટનો પ્લાન શરૂ કર્યો છે. ખાસ વાત એ છે કે ઓછા પૈસા આપીને પણ હવામાં રોમાંસનું સપનું પૂરું કરી શકાય છે. આ પ્લાન માટે તમારે લગભગ 74 હજાર રૂપિયા ચૂકવવા પડશે. એરલાઈન અનુસાર, એરક્રાફ્ટમાં અલગ રૂમ જેવી સુવિધા હશે.
પાયલોટ માટે પણ કડક નિયમો
આ પ્લેન લાસ વેગાસથી થોડાક અંતર માટે જ ઉડશે. એરક્રાફ્ટમાં પાયલોટે હેડફોન પહેરવું પડશે અને ફ્લાઇટ દરમિયાન કોઈ પેસેન્જરને ખલેલ પહોંચાડી શકાશે નહીં. આમાં એવો પણ નિયમ છે કે પાયલોટ કોકપીટની બહાર જઈ શકશે નહીં.
કંપનીએ શું કહ્યું
કંપનીના આ પ્લાનતેનું નામ 'લવ ક્લાઉડ' છે. કંપનીનું કહેવું છે કે આ અનોખો અનુભવ આપીને તે લોકોના સંબંધોને મધુર બનાવવા અને લગ્ન બચાવવાનું કામ કરી રહી છે. કંપનીએ સાથે મળીને એક પ્લાન પણ આપ્યો છે કે થોડી વધુ રકમ ચૂકવવા પર લગ્ન હવામાં જ થઈ જશે. આ સાથે જો કેટલાક લોકોના ભોજનની વ્યવસ્થા કરવાની હોય તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
(15 જાન્યુઆરીએ Brandon Nguyen એ તેની પત્ની Katherin Nguyen ને એરલાઇનના સ્થાપના દિવસ પર પ્લેનમાં કિસ કરી હતી)