હવે Aadhaar સાથે લિંક થશે તમારું તમારું Voter ID, ચૂંટણી પંચે શરૂ કર્યું અભિયાન, જાણો શું છે ખાસ
ચૂંટણી પંચની આ ઝુંબેશમાં મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદાર યાદીમાં એન્ટ્રીઓનું પ્રમાણીકરણ કરવાના ધ્યેય સાથે મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
Election Commission of India: ભારતના ચૂંટણી પંચે દેશભરમાં મતદાર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ શરૂ કરી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોમાં ચૂંટણી પંચનું વિશેષ અભિયાન શરૂ થઈ ગયું છે. જો કે, આ લિંકિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને મફત રાખવામાં આવી છે. કોઈપણ મતદારોને આ માટે દબાણ કરવામાં આવશે નહીં. ચૂંટણી પંચ આ કામ 31 માર્ચ 2023 સુધીમાં પૂર્ણ કરશે.
શું છે સુધારો બિલ
ચૂંટણી પંચની આ ઝુંબેશમાં મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદાર યાદીમાં એન્ટ્રીઓનું પ્રમાણીકરણ કરવાના ધ્યેય સાથે મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી કાયદો (સુધારા) બિલ, આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરવાની મંજૂરી આપે છે. આ બિલ ડિસેમ્બર 2021માં લોકસભામાં વોઇસ વોટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
આ રીતે નોંધણી કરો
આધાર અને મતદાર આઈડી કાર્ડને લિંક કરવા માટે, તમારે પહેલા NVSP પોર્ટલ - www.nvsp.in પર નોંધણી કરાવવી પડશે.
વેબસાઇટ પર જાઓ અને ન્યૂ યુઝર વિકલ્પ પર ક્લિક કરો. તે પછી મોબાઈલ નંબર અને તમારો કેપ્ચા દાખલ કરો.
હવે તમારા આપેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો.
આ પછી તમારી સામે એક પેજ ખુલશે, જેમાં તમારી બધી માહિતી દાખલ કરો. હવે સબમિટ બટન પર ક્લિક કરીને તમારી બધી માહિતી રજીસ્ટર થઈ જશે.
આધારને મતદાર ID સાથે કરો લિંક
NSVP પોર્ટલના હોમ પેજ પર, મતદાર યાદી પર ક્લિક કરો. પછી તમારા મતદાર ID અથવા EPIC નંબર (EPIC NO.) અને તમારા રાજ્યની વિગતો દાખલ કરો.
હવે ફીડ આધાર નંબર દેખાશે. આના પર ક્લિક કરવાથી એક નવી વિન્ડો ખુલશે. આમાં, તમે તમારા આધાર કાર્ડની વિગતો અને EPIC નંબર દાખલ કરો.
આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈડી પર OTP આવશે. તમે તેને એન્ટર કરતાની સાથે જ આધાર અને વોટર આઈડી લિંક કરવા પર સ્ક્રીન પર નોટિફિકેશન આવશે.