એક એપ્રિલથી થશે UPIમાં મોટા ફેરફારો! NPCIએ જાહેર કરી નવી ગાઇડલાઇન
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરતા લાખો યુઝર્સ માટે ટૂંક સમયમાં એક મોટો ફેરફાર થવાનો છે

New UPI Guidelines by NPCI: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરતા લાખો યુઝર્સ માટે ટૂંક સમયમાં એક મોટો ફેરફાર થવાનો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેન્કો અને UPI એપ્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. આ ફેરફાર હેઠળ બેન્કો અને UPI સર્વિસ પ્રોવાઇડર્સે દર અઠવાડિયે UPI મોબાઇલ નંબરની માહિતી અપડેટ કરવી પડશે, જેથી ખોટા ટ્રાન્જેક્શન સંબંધિત સમસ્યાઓને અટકાવી શકાય. આ ઉપરાંત UPI ID સોંપતા પહેલા યુઝર્સ પાસેથી સ્પષ્ટ પરવાનગી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.
NPCI ની નવી ગાઇડલાઇન
NPCI ની નવી માર્ગદર્શિકાનો હેતુ યુપીઆઇ ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે. વારંવાર મોબાઇલ નંબર બદલવાથી અથવા નવા ગ્રાહકોને ફરીથી સોંપવાથી ભૂલભરેલા UPI ટ્રાન્જેક્શનનું જોખમ વધ્યું હતું. આને ધ્યાનમાં રાખીને NPCI એ બેન્કો અને UPI એપ્સને નિયમિતપણે મોબાઇલ નંબર અપડેટ કરવાની સૂચના આપી છે. આનાથી જૂના મોબાઇલ નંબરોને કારણે થતી ભૂલો અટકશે અને UPI સિસ્ટમ પહેલા કરતાં વધુ સુરક્ષિત અને વધુ વિશ્વસનીય બનશે.
બેન્કો માટે કડક ગાઇડલાઇન
આ અંગે NPCI એ સ્પષ્ટ કર્યું છે કે આ નવા નિયમોનું પાલન કરવા માટે તમામ બેન્કો અને UPI એપ્સે 31 માર્ચ, 2025 સુધી રાહ જોવી પડશે. આ પછી 1 એપ્રિલ, 2025થી બધા સર્વિસ પ્રોવાઇડર્સ મહિનામાં એકવાર NPCI ને રિપોર્ટ મોકલવાનો રહેશે કે તેઓ UPI ID ને યોગ્ય રીતે મેનેજ કરી રહ્યા છે કે નહીં.
મોબાઇલ નંબર રિસાયક્લિંગ
ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગના નિયમો અનુસાર, જો કોઈ મોબાઇલ નંબર 90 દિવસ સુધી ઉપયોગમાં ન આવે તો તે નવા ગ્રાહકને અલોટ કરી શકાય છે. આને મોબાઇલ રિસાયક્લિંગ કહેવામાં આવે છે. જ્યારે જૂનો નંબર નવા યુઝરને આપવામાં આવે છે, ત્યારે UPI એકાઉન્ટ્સ અને તેની સાથે જોડાયેલા ટ્રાન્જેક્શનમાં કેટલીક ભૂલ હોઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
