શોધખોળ કરો

ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ

જો હોમ બેન્ક નેટવર્કની બહાર ATM મશીનમાંથી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવે છે અથવા બેલેન્સ ચેક કરવામાં આવે છે તો યુઝર્સ વધુ ચાર્જ ચૂકવવા પડશે.

ATM Fee Hike: જો તમે વારંવાર ATM માં પૈસા ઉપાડવા જાઓ છો તો આ સમાચાર તમને ચોંકાવી દેશે. હવે ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થવાના છે અને મશીનમાંથી પૈસા ઉપાડવા માટે તમારા ખિસ્સા હળવા થવાના છે. ભારતીય રિઝર્વ બેન્કે (RBI)  ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારાને મંજૂરી આપી દીધી છે અને આ વધેલો ચાર્જ 1 મે, 2025થી લાગુ થવા જઈ રહ્યો છે.

હોમ નેટવર્કની બહારના ATM મોંઘા થશે

રિપોર્ટ અનુસાર, 1 મેથી બદલાતા નિયમો (Rule Change From 1st May) મુજબ, જો હોમ બેન્ક નેટવર્કની બહાર ATM મશીનમાંથી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવે છે અથવા બેલેન્સ ચેક કરવામાં આવે છે તો યુઝર્સ વધુ ચાર્જ ચૂકવવા પડશે. નોંધનીય છે કે હાલમાં હોમ બેન્ક નેટવર્કની બહારના ATMનો ઉપયોગ કરવા માટે ચાર્જ લાગુ પડે છે અને 1 મેથી તેમાં વધુ વધારો થવાનો છે. નોંધનીય છે કે આ વધારો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના પ્રસ્તાવના આધારે RBI દ્વારા મંજૂર કરાયેલ સુધારાનો એક ભાગ છે.

1 મેથી ચાર્જ કેટલો વધશે?

રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી જો ગ્રાહકો તેમના હોમ બેન્કના ATM ને બદલે અન્ય નેટવર્ક બેન્કના ATM માંથી પૈસા ઉપાડતા હતા તો તેમને દરેક ટ્રાન્જેક્શન પર 17 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો જે 1 મેથી વધીને 19 રૂપિયા થઈ જશે. આ ઉપરાંત જો તમે અન્ય કોઈપણ બેન્કના ATM માંથી બેલેન્સ ચેક કરો છો તો તેના પર 6 રૂપિયાનો ચાર્જ લાગતો હતો, જે હવે વધારીને 7 રૂપિયા કરવામાં આવશે.

બેન્કોની મફત ટ્રાન્જેક્શન લિમિટ કેટલી છે?

ઉલ્લેખનીય છે કે આ શુલ્ક ત્યારે લાગુ પડે છે જ્યારે બેન્ક યુઝર્સ તેની મફત માસિક ટ્રાન્જેક્શન મર્યાદા પછી પૈસા ઉપાડે છે. મેટ્રો શહેરોમાં હોમ બેન્ક સિવાય અન્ય બેંકોના ATM માંથી મફત ટ્રાન્જેક્શનની મર્યાદા પાંચ નક્કી કરવામાં આવી છે, જ્યારે નોન-મેટ્રો શહેરોમાં આ મફત ટ્રાન્જેક્શનની લિમિટ ત્રણ છે.

વ્હાઇટ લેવલના એટીએમ ઓપરેટરો માંગ કરી રહ્યા હતા

વ્હાઇટ-લેબલવાળા એટીએમ ઓપરેટરો દ્વારા એટીએમ ઉપાડ ફીમાં વધારો કરવાની માંગ સતત કરવામાં આવી રહી હતી. તેમની દલીલ એવી હતી કે વધતા સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને જૂની ફી ઓછી હતી. NPCI ના પ્રસ્તાવને RBI દ્વારા મંજૂરી મળ્યા બાદ નાની બેન્કો પર દબાણ વધવાની શક્યતા છે. હકીકતમાંતેમની મર્યાદિત માળખાગત સુવિધાને કારણે તેઓ અન્ય બેન્કોના ATM નેટવર્ક પર ખૂબ આધાર રાખે છે.

એ જાણવું અગત્યનું છે કે વધેલી ઇન્ટરચેન્જ ફી એ રકમ છે જે એક બેન્ક બીજી બેન્કને ચૂકવે છે જ્યારે તેનો કોઈ ગ્રાહક બીજી બેન્કના ATM નો ઉપયોગ કરીને પૈસા ઉપાડે છે.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget