શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારનો મધ્યમ વર્ગને ફટકો, 15 દિવસમાં જ રાંધણ ગેસના ભાવમાં બે વાર વધારો કરીને કેટલા રૂપિયા વધારી દીધા ?
14.2 કિલોવાળા સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવી જ રીતે 5 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો થયો છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ મોદી સરકારે મધ્યમ વર્ગનો મોટો ઝટકો આપ્યો છે. 15 દિવસમાં જ રાંધણ ગેસના ભાવમાં બીજી વખત કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગુ થઈ ગયો છે. 14.2 કિલોવાળા સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવી જ રીતે 5 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો થયો છે. 19 કિલોગ્રામના સિલિન્ડરમાં 36.50 રૂપિયાનો વધારો થયો છે. 15 દિવસમાં બે વખત મળીને 100 રૂપિયાનો વધારો થયો છે.
દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઓઇઓસી મુજબ દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ હવે 644 રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં તે 670.50 રૂપિયા, મુંબઈમાં 644 રૂપિયા અને ચેન્નઈમાં 660 રૂપિયા થઈ ગયો છે.
આ પહેલા 1 ડિસેમ્બરે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. ચેન્નઇમાં સૌથી વધુ 56 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો હતો. એક કોમર્શિયલ સિલિન્ડર માટે 1410 રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત દેશની રાજધાની દિલ્હીમાં 55 રૂપિયાનો વધારો થયો. તેનો ભાવ 1296 રૂપિયા થયો હતો. કોલકાતા અને મુંબઈમાં પણ 55 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ આ બંને શહેરોમાં નવા ભાવ ક્રમશઃ 1351 અને 1244 રૂપિયા થયો હતો.
હાલ સરકાર એક વર્ષમાં 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડર પર સબ્સિડી આપી રહી છે. જો ગ્રાહક વધારે સિલિન્ડર લેવા માંગે તો બજારમાં જે ભાવ ચાલતો હોય તે ચુકવવો પડે છે. ગેસ સિલિન્ડરની કિંમત દર મહિને બદલાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion