Ola Electric Scooter: આ 10 રંગોમાં મળશે Olaનું ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો ક્યારે થશે લોન્ચ
ઓલા ઇલેક્ટ્રિકે દાવો કર્યો છે કે, સ્કૂટરમાં મોટું બૂટ સ્પેસ પણ મળશે.
Ola Electric Scooterએ ભારતમાં લોન્ચ પહેલા જ ધૂમ મચાવી દીધી છે. ગ્રાહકો બુકિંગ માડે પડાપડી કરી રહ્યા છે. તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે માત્ર 24 કલાકમાં આ સ્કૂટરના એક લાખ બુકિંગ થઈ ગઆ હતા, જેથી આ વિશ્વનું ‘મોસ્ટ પ્રી બુક્ડ સૂકટર’ બની ગયું. જ્યારે હવે તેને લઈને અન્ય જાણકારી સામે આવી છે. ઓલા ઇલેક્ટ્રિકના સીઈઓ ભાવિશ અગ્રહાવાલે ટ્વીટ કરીને કહ્યું કે, આ સ્કૂટર 10 કલર ઓપ્શન્સની સાથે લોન્ચ કરવામાં આવશે.
આ રંગોમાં મળશે સ્કૂટર
ભાવિશ અગ્રવાલ અનુસાર ગ્રાહક આ સ્કૂટરને પેસ્ટલ રેડ, પેસ્ટલ યેલો, પેસ્ટલ બ્લૂ, મેટાલિક સિલ્વર, મેટાલિક ગોલ્ડ, મેટાલિક પિંક, મેટ બ્લેક, મેટ બ્લૂ, મેટ ગ્રે કલર ઓપ્શનની સાથે તેને ખરીદી શકશે. આ પહેલા તેને પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, ‘ભારતની ઇલેક્ટ્રિક વ્હીકલ ક્રાન્તિ માટે એક શાનદાર શરૂઆત. 100,000+ ક્રાંતિકારીઓનો ખૂબ જ આભાર જે અમારી સાથે જોડાયા અને પોતાનું સ્કૂટર બુક કરાવ્યું.’
સ્કૂટરની થશે હોમ ડિલીવરી
Ola પોતાના ઈ-સ્કૂટરની હોમ ડિલીવરી કરશે, એટલે કે કંપની સીધા જ ખરીદદારોના ઘર સુધી પહોંચાડશે. ઓલા એક ડાયરેક્ટર ટૂ કન્ઝ્યૂમર સેલ્સ મોડલનો ઉપયોગ કરશે, માટે સંપૂર્ણ ખરીદ પ્રક્રિયા નિર્માતા અને ખરીદદારની વચ્ચે હશે, જેથી ઓલાને એક પારંપરિક ડીલરશિપ નેટવર્ક સ્થાપવાની જરૂરત નહીં રહે.
આ મહિનાના અંતે સુધીમાં મળવાની શકયતા
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ આ મહિનાના અંતમાં શરૂ થઇ શકે છે. ઓલા ઇલેક્ટ્રિકે દાવો કર્યો છે કે, સ્કૂટરમાં મોટું બૂટ સ્પેસ પણ મળશે. ઉપરાંત વિના ચાવીના અનુભવ માટે એપ બેસ્ડ પણ મળશે. જેને સ્માર્ટ ફોન કનેક્ટિવિટી સાથે લાવવામાં આવશે. ઓલાએ દાવો કર્યો છે કે, ઇલેક્ટ્રિક સ્કૂટર અર્ગોનોમિક સીટિંગ સાથે આવશે.
18 મિનીટમાં 50 ટકા સુધી થશે ચાર્જ
Ola અનુસાર આ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે એક મજબૂત ચાર્જિંગ નેટવર્ક જોઇતુ હોય છે, અને કંપનીનો દાવો છે કે અમારુ હાઇપર ચાર્જર નેટવર્ક સૌથી મોટુ ચાર્જિંગ નેટવર્ક હશે. જેમાં ટૂ-વ્હીલર્સ ચાર્જ કરી શકાશે. આ ચાર્જિંગ નેટવર્ક દેશભરના 400 શહેરોમાં હશે. જેમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ થઇ શકશે. આમાં 100000 ચાર્જિંગ પૉઇન્ટ આપવામાં આવશે. આ ચાર્જિંગ નેટવર્ક એટલુ દમદાર હશે કે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર 18 મિનીટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાશે. ત્યારબાદ 75 કિલોમીટર સુધીની રેન્જ આપશે. કંપનીએ હજુ આની કિમત વિશે કોઇ ખુલાસો કર્યો નથી.