શોધખોળ કરો
વધુ 4 મોટી સરકારી બેંકોનું થશે મર્જર, ખાતાધારકો પર પડશે આ અસર, જાણો વિગત
લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આવતાં જ બેંકિંગ સેક્ટરમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. સરકાર દેશમાં ચાર મોટી બેંકોના મર્જર પર મહોર મારી શકે છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નું પરિણામ આવતાં જ બેંકિંગ સેક્ટરમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. સરકાર દેશમાં ચાર મોટી બેંકોના મર્જર પર મહોર મારી શકે છે. આ ચાર સરકારી બેંકોના મર્જરથી ગ્રાહકો પર પણ અસર પડશે. આ પહેલા બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકનું મર્જર થયું હતુ.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજાબ નેશનલ બેંકમાં ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્રા બેંક અને અલાહાબાદ બેંકનું મર્જર થઈ શકે છે. આગામી 3 મહિનામાં મર્જરની પ્રક્રિયા પર ફેંસલો લેવામાં આવી શકે છે. જોકે, સરકાર તરફથી આ વાતની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ કેન્દ્ર સરકાર સ્વીકાર્યું છે કે જેટલી ઓછી બેંક હશે, કામકાજ તેટલું સારું રહેશે.
પીએનબીમાં ઉપરોક્ત ત્રણેય બેંકના મર્જરની ખાતાધારકો પર અસર પડશે. બેંક ગ્રાહકોને કોઇ આર્થિક નુકસાન નહીં થાય પરંતુ મર્જર પહેલા બેંક તેના ગ્રાહકોને માહિતગાર કરશે અને એકાઉન્ટ અપડેટ કરાવવા બેંકના ધકકા ખાવા પડશે. પીએનબીમાં વિલય બાદ જૂની બેંકોના ખાતાધારકોને નવી ચેકબુક અને પાસબુક પણ આપવામાં આવશે.
થોડા મહિનાઓ પહેલા વિજયા બેંક અને દેના બેંકના વિલય બાદ બેંક ઓફ બરોડા દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બની ગઈ છે.
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- કૉંગ્રેસનાં નેતાઓને પરિણામ બાદ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે
વિરાટ કોહલી માટે આ કંપનીએ બનાવ્યા સ્પેશિયલ શૂઝ, વિશ્વમાં છે માત્ર 150 પીસ
વર્લ્ડકપમાં સફળતા માટે કોચ રવિ શાસ્ત્રીએ કોના લીધા આશીર્વાદ, કોણ હતું સાથે, જાણો વિગત
સમલૈંગિક સંબંધનો જાહેરમાં સ્વીકાર કરનારી ખેલાડીએ બહેન પર લગાવ્યો મોટો આરોપ, જાણો વિગત
વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચને લઈ કેપ્ટન કોહલીએ શું કહ્યું ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement