શોધખોળ કરો
Advertisement
Oyo કર્મચારીઓ માટે માઠા સમાચાર, સંકટમાં હજારો કર્મચારીઓની નોકરી, જાણો વિગત
કંપની ત્રણ મહિનામાં 1200 કર્મચારીઓની છટણી કરશે. ઓયો તરફથી ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે કાર્ય કુશળતામાં કમીના કારણે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ ઓયો હોટલ્સ માટે કામ કરતાં કર્મચારીઓ માટે માઠા સમાચાર છે. કંપનીના કર્મચારીઓ પર નોકરી જવાનો ખતરો ઉભો થયો છે. ઓયોએ ચીન અને ભારતમાંથી હજારો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. જાણકારી પ્રમાણે સોફ્ટબેંક દ્વારા સંચાલિત તંરની પર સંકટના વાદળો છવાયા છે. સૂત્રના જણવાયા મુજબ ચીનમાં પરફોર્મંસનું કારણ આપી 5 ટકા કર્મચારીઓની છટણી કરીદેવામાં આવી છે તો ભારતમાં 12 ટકા કર્મચારી છુટ્ટા કરી દેવામાં આવ્યા છે.
ઓયો હોટલ્સમાં ચીનમાં આશરે 12,000 કર્મચારી હતા તો ભારતમાં પણ 10,000 લોકો કામ કરે છે. કંપની ત્રણ મહિનામાં 1200 કર્મચારીઓની છટણી કરશે. ઓયો તરફથી ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે કાર્ય કુશળતામાં કમીના કારણે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. ઓયોએ સેલ્સ, સપ્લાઇ અને ઓપેશન વિભાગમાં મોટાભાગના કર્મચારીઓની છટણી કરી છે.
કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, ટેકનિકલ ડેવલપમેન્ટના કારણે કામ ઘણું ઘટી ગયું છે. તેથી કેટલાક કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. કર્મચારીઓને બીજા વિભાગમાં શિફ્ટ પણ કરવામાં આવ્યા છે. જે કર્મચારીઓને છટણી કરવામાં આવી છે તેમનો વાર્ષિક પગાર 10 થી 12 લાખ રૂપિયા વચ્ચે છે.
ઓયોનો ગ્રોથ સારો હતો પરંતુ છેલ્લા થોડા સમયથી ગ્રાહકોની ફરિયાદોના કારણે પ્રતિષ્ઠા ખરડાઈ છે. ગ્રાહકોની ફરિયાદ હતી કે હોટલના માલિકોનો વ્યવહાર સારો નહોતો. સોફટ બેંકે પણ દીર્ધદ્રષ્ટિથી આમાં રૂપિયા લગાવ્યા હતા પરંતુ છબી ખરાબ થવાના કારણે ગત વર્ષે મોટું નુકસાન થયું હતું.
BOB સહિત 3 બેંકોએ આપી નવા વર્ષની ભેટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો
CAA-NRC પર મોદીએ મમતાને રોકડું પરખાવ્યું; અહીં બીજો કાર્યક્રમ, દિલ્હી આવીને વાત કરો
ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, જાણો 12 અને 13 તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion