શોધખોળ કરો

Parle Biscuits Price Hike: મોંઘા થયા પારલે બિસ્કિટ, જાણો કંપનીએ કેટલો ભાવ વધારો કર્યો

કંપનીનું સૌથી લોકપ્રિય ગ્લુકોઝ બિસ્કિટ પારલે જી હવે 6-7 ટકા મોંઘું થઈ ગયું છે. આ સાથે, કંપનીએ રસ્ક અને કેક સેગમેન્ટમાં અનુક્રમે 5-10 ટકા અને 7-8 ટકા ભાવમાં વધારો કર્યો છે.

Parle Biscuits Price Hike: અગ્રણી ફૂડ કંપની પાર્લે પ્રોડક્ટ્સે ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે તેની તમામ શ્રેણીઓમાં ઉત્પાદનોના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો કર્યો છે. કંપનીના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ખાંડ, ઘઉં અને ખાદ્યતેલ જેવા કાચા માલના ભાવમાં વધારાને કારણે કંપનીએ તેના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવો પડ્યો છે.

10 ટકા સુધી ભાવ વધારો

કંપનીનું સૌથી લોકપ્રિય ગ્લુકોઝ બિસ્કિટ પારલે જી હવે 6-7 ટકા મોંઘું થઈ ગયું છે. આ સાથે, કંપનીએ રસ્ક અને કેક સેગમેન્ટમાં અનુક્રમે 5-10 ટકા અને 7-8 ટકા ભાવમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે બિસ્કિટ સેગમેન્ટમાં પાર્લેના ઉત્પાદનોમાં પાર્લે જી, હાઇડ એન્ડ સીક અને ક્રેકજેક જેવી લોકપ્રિય બ્રાન્ડનો સમાવેશ થાય છે.

પેકેટની કિંમત બદલાશે નહીં, વજન ઘટશે

પારલે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે, "અમે કિંમતોમાં 5-10 ટકાનો વધારો કર્યો છે." તેમણે કહ્યું કે 'કંપનીએ 20 રૂપિયા કે તેથી વધુ કિંમતના બિસ્કિટ અને અન્ય ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. તે જ સમયે, ભાવોને આકર્ષક સ્તરે રાખવા માટે, પેકેટના 'ગ્રામ' કાપવામાં આવ્યા છે.

પારલેએ તેના ઉત્પાદનોના ભાવ શા માટે વધાર્યા?

તેમણે આગળ કહ્યું કે, "આ ઉત્પાદન ખર્ચ પરના ફુગાવાના દબાણને ધ્યાનમાં લીધા પછી કરવામાં આવ્યું છે જેનો અમે સામનો કરી રહ્યા છીએ. મોટાભાગની કંપનીઓ તેનો સામનો કરી રહી છે." તેમણે જણાવ્યું હતું કે કંપની ફુગાવાના દબાણનો સામનો કરી રહી છે કારણ કે ખાદ્ય તેલ જેવી ઇનપુટ સામગ્રીના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 50-60 ટકાનો વધારો થયો છે.

આ નાણાકીય વર્ષનો પ્રથમ વધારો

તમને જણાવી દઈએ કે આ નાણાકીય વર્ષમાં પારલે દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ વધારો છે. અગાઉ, કંપનીએ જાન્યુઆરી-માર્ચ 2021 ક્વાર્ટરમાં કિંમતોમાં વધારો કર્યો હતો પરંતુ તે નાણાકીય વર્ષ 2020-2021માં કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar BJP Candidate List 2025: બિહારમાં 71 બેઠકો પર ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોને મળી ટિકિટ?
Bihar BJP Candidate List 2025: બિહારમાં 71 બેઠકો પર ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોને મળી ટિકિટ?
અંબાલાલ પટેલે  બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈ કરી મોટી આગાહી, ગુજરાતનું હવામાન પલટાશે
અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈ કરી મોટી આગાહી, ગુજરાતનું હવામાન પલટાશે
ભારતમાં પ્રથમ AI હબ બનાવશે ગૂગલ, 15 અબજ ડોલરનું કરશે રોકાણ, સુંદર પિચાઈએ કરી જાહેરાત
ભારતમાં પ્રથમ AI હબ બનાવશે ગૂગલ, 15 અબજ ડોલરનું કરશે રોકાણ, સુંદર પિચાઈએ કરી જાહેરાત
સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, જાણી લો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ ભાવ  
સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, જાણી લો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ ભાવ  
Advertisement

વિડિઓઝ

Gujarat Ministry Expansion: મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે? કોણ રહેશે? કોણ કપાશે?
Gandhinagar news: દિવાળીના તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સની મોટી કાર્યવાહી
Diwali 2025 : દિવાળીએ રાત્રે 8થી10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા, રાજ્યના ગૃહ વિભાગે કર્યો આદેશ
Gujarat ED Raid:  PMLA અંતર્ગત કોલકતાની ઈડીની ટીમ ગુજરાતમાં દરોડા પાડી સર્ચ હાથ ધર્યું
Gujarat Cabinet Expansion: રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ પર સૌથી મોટું અપડેટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar BJP Candidate List 2025: બિહારમાં 71 બેઠકો પર ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોને મળી ટિકિટ?
Bihar BJP Candidate List 2025: બિહારમાં 71 બેઠકો પર ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોને મળી ટિકિટ?
અંબાલાલ પટેલે  બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈ કરી મોટી આગાહી, ગુજરાતનું હવામાન પલટાશે
અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈ કરી મોટી આગાહી, ગુજરાતનું હવામાન પલટાશે
ભારતમાં પ્રથમ AI હબ બનાવશે ગૂગલ, 15 અબજ ડોલરનું કરશે રોકાણ, સુંદર પિચાઈએ કરી જાહેરાત
ભારતમાં પ્રથમ AI હબ બનાવશે ગૂગલ, 15 અબજ ડોલરનું કરશે રોકાણ, સુંદર પિચાઈએ કરી જાહેરાત
સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, જાણી લો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ ભાવ  
સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, જાણી લો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ ભાવ  
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં 2 આતંકવાદીઓ ઠાર, 12 કલાક ચાલ્યું એન્કાઉન્ટર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં 2 આતંકવાદીઓ ઠાર, 12 કલાક ચાલ્યું એન્કાઉન્ટર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
શિયાળામાં ખજૂર ખાવાથી આ બીમારીઓ રહે છે કંટ્રોલમાં, જાણો અન્ય ફાયદાઓ
શિયાળામાં ખજૂર ખાવાથી આ બીમારીઓ રહે છે કંટ્રોલમાં, જાણો અન્ય ફાયદાઓ
Gujarat Politics: રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની તારીખ નક્કી, આ નવા ચહેરાને  મળશે સ્થાન
Gujarat Politics: રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની તારીખ નક્કી, આ નવા ચહેરાને મળશે સ્થાન
Aadhaar Card:  બેંક એકાઉન્ટની સાથે તમારુ આધારકાર્ડ  લિંક છે કે નહીં ? આ રીતે કરો ચેક
Aadhaar Card:  બેંક એકાઉન્ટની સાથે તમારુ આધારકાર્ડ લિંક છે કે નહીં ? આ રીતે કરો ચેક  
Embed widget