(Source: ECI/ABP News/ABP Majha)
Paytm: હવે General Insuranceના ક્ષેત્રમાં ઉતરશે પેટીએમ, કંપની કરશે 950 કરોડ રૂપિયાનું રોકાણ
આ માટે કંપની આગામી 10 વર્ષમાં લગભગ 950 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ વીમા કંપની માટે Paytmમાં રોકાણ કરવાની યોજના પણ તૈયાર કરી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની (Digital Payment) Paytm એ શનિવારે જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં General Insurance કંપની બનાવશે. Paytm UPI પેમેન્ટના દેશભરમાં કરોડો ગ્રાહકો છે. આવી સ્થિતિમાં હવે કંપનીએ મોટો નિર્ણય લીધો છે. હવે તે ટૂંક સમયમાં પોતાની General Insurance કંપની શરૂ કરવા જઈ રહી છે. આ વીમા કંપની માટે Paytmમાં રોકાણ કરવાની યોજના પણ તૈયાર કરી દેવામાં આવી છે.
આ માટે કંપની આગામી 10 વર્ષમાં લગભગ 950 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. Paytm એ શેર બજારને જાણ કરી છે કે Paytm એ આ General Insurance કંપનીનું નામ Paytm General Insurance Limited (Paytm General Insurance Limited) રાખ્યું છે. One97 કોમ્યુનિકેશન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પણ આ કંપની માટે મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે Paytm એ રહેજા QBE General Insurance કંપની લિમિટેડના અધિગ્રહણ ન થયા બાદ વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો છે.
Insurance કંપની પાસે રહેશે કંપનીની 74 ટકા હિસ્સેદારી
આ જનરલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની વિશે માહિતી આપતા Paytmએ કહ્યું છે કે શરૂઆતમાં ઈન્સ્યોરન્સ કંપનીનો 49 ટકા હિસ્સો One97 Communications પાસે રહેશે. કંપનીનો બાકીનો 51 ટકા હિસ્સો Paytmના મેનેજિંગ ડિરેક્ટર વિજય શેખર શર્માની કંપની પાસે રહેશે. આ પછી કંપનીમાં રોકાણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ Paytmનો હિસ્સો આ વીમા કંપની પાસે લગભગ 74 ટકા થઈ જશે. આ સાથે Paytm આ વીમા કંપનીની સૌથી મોટી શેરધારક બની જશે.
વિજય શેખર શર્મા Paytmના મેનેજિંગ ડિરેક્ટર રહેશે
ઉલ્લેખનીય છે કે Paytmના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર વિજય શેખર શર્માને કંપની દ્વારા આગામી પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટરના પદ માટે પસંદ કરવામાં આવ્યા છે.
Health tips: જિમ વિના જ વજન ઉતારવા માંગો છો તો આ આદતને આપના રૂટીનમાં કરો સામેલ
PM મોદીના અંગત સચિવ બન્યા વિવેક કુમાર, જાણો તેમના વિશે બધું જ
પ્રેમલગ્નનો કરૂણ અંજામ : બહેનના દિયર સાથે લગ્ન કરી ફંસાઈ યુવતી, લગ્નના બીજા જ દિવસે પતિ ભાગી ગયો