શોધખોળ કરો
Advertisement
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, દેશના આ રાજ્યમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર
દિલ્હીમાં પેટ્રોલ 86.30 રૂપિયા અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે જે અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સપાટી છે.
Petrol Diesel Price: નવા વર્ષમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 86.30 રૂપિયા અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે જે અત્યાર સુધીની સૌથી ઉચ્ચ સપાટી છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ચેન્નઈની વાત કરીએ તો પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમત 24 પૈસા વધી છે.
પેટ્રોલ ડીઝલમાં આ મહિનામાં આ દસમી વખત અને સતત બીજા દિવસે વધારો કરવામાં આવ્યો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. ગંગાનગરમાં સામાન્ય પેટ્રોલ 98.40 રૂપિયા પ્રતિ લિટર અને પ્રીમિયમ પેટ્રોલ 101.80 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 90 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે.
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પેટ્રોલ 2.59 અને ડીઝલ 2.61 રૂપિયા પ્રતિ લિટર મોંઘું
આ મહિને દિલ્હીમાં પેટ્રોલની કિંમત 2.59 રૂપિયા અને ડીઝલમાં 2.61 રૂપિયાનો વધારો થયો છે. 7 ડિેસમ્બર બાદ દિલ્હીમાં પેટ્રોલ 83.71 રૂપિયા અને ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લિટર વેચાતું હતું. ત્યાર બાદ 29 દિવસ સુધી તેમાં કોઈ ફેરફાર થયો ન હતો. 6 જાન્યુઆરીથી ફરીથી ભાવ વધારો શરૂ થયો હતો.
શહેર | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 86.30 | 76.48 |
કોલકાતા | 87.69 | 80.08 |
મુંબઈ | 92.86 | 83.30 |
ચેન્નઈ | 88.82 | 81.71 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement