Petrol-Diesel : મોદી સરકારે ઈંધણને લઈ લીધો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ થશે સસ્તા?
સરકારે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED) ઘટાડીને રૂ. 4,100 પ્રતિ ટન કરી છે.
Central Government on Crude Oil: દેશભરમાં પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી દરેક લોકો પરેશાન છે. પરંતુ હવે મોદી સરકાર આ મામલે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. મોદી સરકારે કાચા તેલને લઈને મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે હવે ટેક્સ ઘટાડીને શૂન્ય કરી દીધો છે. સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ ઘટાડીને શૂન્ય કરી દીધો છે. આ ઉપરાંત ડીઝલ અને એવિએશન ફ્યુઅલની નિકાસ પર આ ટેક્સનો શૂન્ય દર યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી આદેશ જારી કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે.
આજથી નવા દરો લાગુ
સરકારે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED) ઘટાડીને રૂ. 4,100 પ્રતિ ટન કરી છે, એમ સોમવારે સત્તાવાર આદેશમાં જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, નવા દર મંગળવાર એટલે કે આજથી લાગુ થઈ ગયા છે.
વિન્ડફોલ ગેઇન ટેક્સ શૂન્ય કરી દેવાયો
ઉલ્લેખનીય છે કે, આ બીજી વખત છે જ્યારે સ્થાનિક રીતે ઉત્પાદિત તેલ માટે વિન્ડફોલ ગેઈન ટેક્સ ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો હોય. આ લેવી ગયા વર્ષે જુલાઈમાં ઓફર કરવામાં આવી હતી. અગાઉ, એપ્રિલની શરૂઆતમાં ટેક્સ ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો હતો, પરંતુ તે મહિનાના બીજા પખવાડિયામાં તેને વધારીને રૂ. 6,400 પ્રતિ ટન કરવામાં આવ્યો હતો.
આ નિર્ણય એટીએફને લઈને લેવામાં આવેલો
ડીઝલની નિકાસ પરની વસૂલાત 4 એપ્રિલે શૂન્ય કરવામાં આવી હતી અને તે જ સ્તરે યથાવત છે. એ જ રીતે, એવિએશન ટર્બાઇન ઇંધણ (ATF)ની નિકાસ પરની લેવી પણ 4 માર્ચથી શૂન્ય રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલના સ્તરે આવી ગઈ છે, ત્યારબાદ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
સરકારે ગયા મહિને આ નિર્ણય લીધો હતો
કેન્દ્ર સરકાર તરફથી ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં 3,500 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ દેશમાં સ્થાનિક રીતે ઉત્પાદિત કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સ શૂન્ય થઈ ગયો છે. અગાઉ, સરકારે ડીઝલ પરની નિકાસ જકાત 0.50 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 1 રૂપિયા પ્રતિ લિટર કરી હતી. ઉલ્લેખનીય છે કે, સરકારે જુલાઈ 2022માં વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો. ક્રૂડ ઓઈલ પરનો ઘટાડો મંગળવારથી લાગુ થશે.