શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Petrol Diesel Consumption Increases: કિંમતોમાં સતત વધારો થવા છતાં માર્ચ 2022માં પેટ્રોલ-ડીઝલનો વપરાશ વધ્યો, જાણો કેમ

તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોમાં, દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇંધણ ડીઝલ છે, જે તેના વપરાશમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે.

Petrol Diesel Consumption Increases: 22 માર્ચથી સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું. આમ છતાં માર્ચ 2022માં પેટ્રોલ અને ડીઝલની માંગ 3 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. સરકારી આંકડા મુજબ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ 4.2 ટકા વધુ થયો છે, જે કોરોના મહામારી પહેલાના સમયગાળા કરતા વધુ છે.

3 વર્ષમાં સૌથી વધુ વપરાશ

પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવતા પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર માર્ચ મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો કુલ વપરાશ 19.41 મિલિયન ટન થયો છે, જે માર્ચ 2019 કરતાં વધુ છે. કોરોના મહામારીની ત્રીજી લહેર બાદ અર્થવ્યવસ્થા સુધરી રહી છે, આર્થિક વિકાસ વેગ પકડી રહ્યો છે, લોકડાઉન સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયું છે, તેથી માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલની માંગ વધી છે. સુધારો જોવા મળી રહ્યો છે, આર્થિક રિકવરી જોવા મળી રહી છે.

સંગ્રહખોરીને કારણે માર્ચમાં ડીઝલનો વપરાશ વધ્યો હતો

તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોમાં, દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇંધણ ડીઝલ છે, જે તેના વપરાશમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે. ડીઝલનો વપરાશ માર્ચ 2022માં 6.7 ટકા વધીને 7.7 મિલિયન ટન થયો હતો. તે જ સમયે, પેટ્રોલનો વપરાશ 2.91 મિલિયન ટન રહ્યો, જે 6.1 ટકા વધુ છે. પેટ્રોલ અને ડીઝલનો વપરાશ કોરોના મહામારી પહેલા કરતા પણ વધી રહ્યો છે. માર્ચ મહિનામાં ડીઝલનો વપરાશ વધવાનું મુખ્ય કારણ એગ્રીકલ્ચર સેક્ટર સિવાય ગ્રાહકો અને પેટ્રોલ પંપો દ્વારા જમા કરવામાં આવેલ ડીઝલનો સ્ટોક છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભાવ વધવાના ડરથી લોકોએ ડીઝલનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું હતું. એલપીજીની માંગમાં 9.8 ટકાનો વધારો થયો છે. માર્ચ 2022માં એલપીજીનો વપરાશ 9.8 ટકા વધીને 2.48 મિલિયન ટન થયો છે.

અર્થવ્યવસ્થાની પુનઃપ્રાપ્તિને કારણે વપરાશમાં વધારો થયો છે

31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ઇંધણની માંગ 4.3 ટકા વધીને 202.71 મિલિયન ટન થઈ છે, જે નાણાકીય વર્ષ 20 થી સૌથી વધુ છે. ઓટો અને રસોઈ ઇંધણનો વપરાશ વધ્યો છે જ્યારે ઔદ્યોગિક ઇંધણનો વપરાશ ઘટ્યો છે. 2021-22માં પેટ્રોલનો વપરાશ 10.3 ટકા વધીને 30.85 મિલિયન ટન થયો હતો, જ્યારે ડીઝલનું વેચાણ 5.4 ટકા વધીને 76.7 મિલિયન ટન થયું હતું.

નાણાકીય વર્ષ 2021-22માં પેટ્રોલની માંગ અત્યાર સુધીની સૌથી વધુ હતી જ્યારે ડીઝલનું વેચાણ 2019-20માં 82.6 મિલિયન ટનના વપરાશ પછી સૌથી વધુ હતું. એલપીજીનો વપરાશ 3 ટકા વધીને 28.33 મિલિયન ટન થયો છે. જેટ ફ્યુઅલ એટલે કે ATFની માંગ 35 ટકા વધીને 5 મિલિયન ટન થઈ, પરંતુ કોરોના મહામારી પહેલાના વર્ષમાં વપરાશ 80 લાખ ટનથી ઓછો હતો. જેનું મુખ્ય કારણ એ છે કે 27 માર્ચ 2022થી સરકારે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
Embed widget