Petrol Diesel Prices Hike : આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરે 80 પૈસાનો વધારો, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે.
નવી દિલ્હીઃ સરકારી ઓઈલ કંપનીઓ પોતાનું નુકસાન ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાપ્રતિ લિટરનો વધારો થયો છે.
સરકારી તેલ કંપનીઓએ આજે દેશના ચાર મહાનગરો સહિત તમામ મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 80 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે અને 101 રૂપિયાને પાર પહોંચી ગયું છે. મુંબઈમાં ફરી એકવાર પ્રતિ લિટર મહત્તમ 85 પૈસાનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં ડીઝલની કિંમતમાં પણ 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલ રૂ. 101.01 અને ડીઝલ રૂ. 92.27 પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 115.88 અને ડીઝલ રૂ. 100.10 પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ રૂ. 106.69 અને ડીઝલ રૂ. 96.76 પ્રતિ લીટર
કોલકાતા પેટ્રોલ રૂ. 110.52 અને ડીઝલ રૂ. 95.42 પ્રતિ લીટર
આ શહેરોમાં પણ નવા દર જારી કરવામાં આવ્યા છે
નોઈડામાં પેટ્રોલ 101.08 રૂપિયા અને ડીઝલ 92.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
લખનૌમાં પેટ્રોલ 100.86 રૂપિયા અને ડીઝલ 92.42 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 87.80 રૂપિયા અને ડીઝલ 82.09 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
પટનામાં પેટ્રોલ 111.68 રૂપિયા અને ડીઝલ 96.68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ
છેલ્લા નવ દિવસમાં આઠ દિવસ ભાવ વધારો થયો છે. છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે 5.65 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા આઠ દિવસમાં ડીઝલમાં પ્રતિ લિટરે 5.70 રૂપિયાનો વધારો થયો છે.
નવા ભાવ વધારા સાથે આઠ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પર નજર કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.68 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 94.88 રૂપિયા પર પહોંચી છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.35 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 94.55 રૂપિયા પર પહોંચી છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.45 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 94.66 રૂપિયા પર પહોંચી છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.89 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 95.09 રૂપિયા પર પહોંચી છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.62 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 94.82 રૂપિયા પર પહોંચી છે.
જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.33 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 95.55 રૂપિયા પર પહોંચી છે.
સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.56 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 94.78 રૂપિયા પર પહોંચી છે.
તો ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.36 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 96.56 રૂપિયા પર પહોંચી છે.
Price of petrol & diesel in Delhi at Rs 101.01 per litre & Rs 92.27 per litre respectively today (increased by 80 paise)
— ANI (@ANI) March 30, 2022
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 115.88 & Rs 100.10 (increased by 84 paise & 85 paise respectively) pic.twitter.com/zCRuWWICRP
દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા જોવા મળી રહ્યા છે.
તમે પણ લેટેસ્ટ રેટ આ રીતે જાણી શકો છો
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice નંબર 9222201122 પર મોકલીને કિંમત જાણી શકે છે.