શોધખોળ કરો
Petrol Diesel Price: ત્રણ દિવસ બાદ આજે ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલી છે કિંમત
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે.
![Petrol Diesel Price: ત્રણ દિવસ બાદ આજે ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલી છે કિંમત petrol price and diesel rate again increased know what the price is in your city Petrol Diesel Price: ત્રણ દિવસ બાદ આજે ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલી છે કિંમત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/25175627/petrol-diesel-price.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. સતત ત્રણ દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતાં ઉછાળો જોવા મળ્યો છે. આજે ડીઝલની કિંમતમાં 24થી 27 પૈસાનો વધારો થયો છે તો પેટ્રોલની કિંમતાં 23થી 25 પૈસાનો વધારો થયો છે.
આ શહેરમાં આજે પેટ્રોલની કિંમત આ છે
ઇન્ડિયન ઓઈલ તરફથી મળેલી જાણકારી અનુસાર આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 84.95 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે કોલકાતમાં પેટ્રોલની કિંમત 86.39 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. મુંબીમાં પેટ્રોલની કિંમત 91.56 રૂપિયા પ્રતિ લિટર છે તો ચેન્નઈમાં કિંમતમાં વધારો થયા બાદ પેટ્રોલની કિંમત 87.63 રૂપિયા પ્રતિ લિટર છે.
આ શહેરમાં આજે પ્રતિ લીટર ડિઝલની આટલી છે કિંમત
ડીઝલના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં ભાવ 75.13 રૂપિયા પ્રતિ લિટર, કોલકાતમાં 78.72 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 81.87 રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નઈમાં 80.43 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)