શોધખોળ કરો

ST નિગમના કર્મચારીઓના હિતમાં સરકારે શું લીધો મોટો નિર્ણય?

રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારજનોને 14 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

એસટી નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો અને મોટો નિર્ણય લીધો હતો. એસ.ટીના કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન કોઈપણ પ્રકારે અવસાન થાય તો રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને 14 લાખની સહાય ચૂકવશે. આ નિર્ણયથી નિયમિત ધોરણે  ભરતી પ્રક્રિયાથી નિમણુંક પામેલા વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓનું 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરીમાં અવસાન થાય તો સ્વર્ગસ્થ કર્મચારીના પરિવારને 14 લાખની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. ઉપરાંત વિવિધ કચેરીમાં નિયુક્ત કરાયેલ પાંચ વર્ષીય ફિક્સ પગારની કરાર આધારિત સેવાના વર્ગ ત્રણ અને ચારના અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનોને 14 લાખની નાણાકીય સહાય ચૂકવાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમના કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય લીધો છે.  જે અંતર્ગત એસ.ટીના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના પરિવારને 14 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

વધુમાં કહેવામાં આવ્યું હતું કે  મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને પહોચાડવા માટે એસ.ટી નિગમના કર્મચારીઓ કોઈ પણ તહેવારની રજા લીધા વિના ફરજ પર હર હંમેશા નિષ્ઠાથી કાર્યરત રહે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મયોગીને કોઈ પણ પ્રકારે અવસાન થાય થાય ત્યારે રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારજનોને 14 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

આ સહાય પહેલા એસ.ટી નિગમમાં વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ - 4ના નિયમિત કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલ નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઈને 4 લાખ, 5 લાખ, 6 લાખની  નાણાકીય સહાય ચૂકવવામાં આવતી હતી. આ સિવાય એસ.ટી નિગમના નિયુકત કરાયેલા પાંચ વર્ષીય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-3 અને વર્ગ-4 ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને 4 લાખ રૂપિયાની ણાકીય સહાય ચૂકવવામાં આવતી હતી. જૂની યોજના પ્રમાણે 124 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ 32 લાખની સહાય કરવામાં આવી છે અને બાકીની સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.

ગુજરાત પોલીસ PSI શારીરિક કસોટીનું પરિણામ થયું જાહેર: યાદી જોવા માટે અહીં ક્લિક કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Embed widget