(Source: ECI/ABP News/ABP Majha)
PIB Fact Check: ચલણી નોટો પર જોવા મળશે રવિન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામની તસવીર ! જાણો વાયરલ મેસેજની હકીકત
Currency Notes: ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે RBI ટૂંક સમયમાં નોટોમાંથી મહાત્મા ગાંધીની તસવીર હટાવીને રવીન્દ્રનાથ ટાગોર, એપીજે અબ્દુલ કલામની તસવીર સાથે બદલવાની તૈયારી કરી રહી છે.
Viral Message of Currency Notes: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશની ચલણ એટલે કે ચલણી નોટો સંબંધિત તમામ પ્રકારના નિર્ણયો લે છે. દેશમાં કેટલી નવી કરન્સી છાપવી, જૂની કરન્સી બદલવાના નિયમો, બેંકોમાંથી ફાટેલી જૂની નોટો બદલવાના નિયમોનો નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લે છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા અને ઘણા મીડિયા હાઉસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રિઝર્વ બેંકે નોટો પર મહાત્મા ગાંધીની તસવીર બદલવાનો નિર્ણય લીધો છે.
ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ નોટોમાંથી મહાત્મા ગાંધીની તસવીર હટાવીને રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની તસવીર સાથે બદલવાની તૈયારી કરી રહી છે. ચાલો જાણીએ કે શું ખરેખર આરબીઆઈએ આવો કોઈ નિર્ણય લીધો છે?
પીઆઈબીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી
પીઆઈબીએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી છે. આ ફેક્ટ ચેકમાં પીઆઈબીએ ટ્વિટ કર્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે. આ મેસેજમાં કોઈ સત્યતા નથી. ભારતીય રિઝર્વ બેંક ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીરને રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની તસવીરો સાથે બદલવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આમાં કોઈ સત્ય નથી. સરકાર કે આરબીઆઈએ આવો કોઈ નિર્ણય લીધો નથી.
રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો
છેલ્લા ઘણા દિવસોથી ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચલણી નોટો પર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની તસવીર જોઈ શકાય છે. આ માટે RBI અને સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SPMCIL) એ સાથે મળીને નિર્ણય લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ, બાદમાં આરબીઆઈના આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે તેની પાસે આવો કોઈ પ્રસ્તાવ નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.