Fact Check: ‘પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના’ અંતર્ગત મળી રહી છે બે લાખ રૂપિયાની મદદ ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
Viral Message: આ યોજનાનું નામ પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના છે, જેના દ્વારા સરકાર મહિલાઓને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે.
PIB Fact Check of Viral Message of Government Scheme: દેશમાં ડિજિટાઇઝેશન ઝડપથી વધ્યું છે. આવી સ્થિતિમાં વધતા જતા ડિજિટાઇઝેશન સાથે સાયબર ક્રાઇમના કેસોમાં તીવ્ર વધારો થયો છે. આજકાલ સાયબર ગુનેગારો અનેક પ્રકારની લલચામણી ઓફર અને સ્કીમોનું નામ લઈને લોકોને છેતરે છે. લોકો સાથે છેતરપિંડી ન થાય તે માટે પીઆઈબી ફેક્ટ ચેક ટીમ આ વાયરલ મેસેજની સત્યતાની તપાસ કરે છે. હાલમાં જ યૂટ્યૂબનો એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકારે મહિલાઓ માટે એક ખાસ સ્કીમ બનાવી છે.
આ યોજનાનું નામ પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના છે, જેના દ્વારા સરકાર મહિલાઓને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયા બાદ પીઆઈબી ફેક્ટ ટીમે સ્પષ્ટતા કરી છે.
પીઆઈબી ફેક્ટ ચેક ટીમે શું કહ્યું
પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના હેઠળ સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવી રહી હોવાના વાયરલ દાવાની તપાસ પીઆઈબીએ કરી છે. પીઆઈબીને પોતાની તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું જાણવા મળ્યું છે. તેમાં કશું જ સાચું નથી. કેન્દ્ર સરકારે આવી કોઈ યોજના ચલાવી નથી. પીઆઈબીએ લોકોને આવા દાવાઓથી સાવધ રહેવા જણાવ્યું છે.
एक #Youtube वीडियो में यह दावा किया जा रहा है कि केंद्र सरकार द्वारा 'प्रधानमंत्री महिला सहायता योजना' के तहत सभी महिलाओं को 2 लाख रुपए दिए जा रहे हैं।#PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) May 20, 2022
▶️ यह दावा #फर्जी है
▶️ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है
▶️ ऐसी अफ़वाहों से सावधान रहें pic.twitter.com/i8VTpVCmV6
સાયબર ક્રાઈમથી આ રીતે કરો પોતાની જાતને સુરક્ષિત
આવા ભ્રામક સંદેશથી પોતાને બચાવવા માટે તમારે પહેલા કોઇ પણ મેસેજની સચ્ચાઇ જાણવી જોઇએ. આ માટે તમે વાયરલ ક્લેમમાં સ્કીમની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ક્લિક કરી શકો છો. ઉપરાંત, તમારી વ્યક્તિગત માહિતી અને બેંકની વિગતો કોઈપણ અજાણ્યા વ્યક્તિને શેર કરો.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.