(Source: ECI/ABP News/ABP Majha)
PIB Fact Check: શું સરકાર દેશના તમામ બેરોજગારોને દર મહિને 25 હજાર રૂપિયા આપશે? જાણો સરકારે શું કહ્યું.....
આ અંગેનો એક પત્ર પણ વાયરલ થયો છે. આ પત્રમાં ઉપર કર્મચારી રાજ્ય વીમા નિગમનું નામ લખેલું છે અને તેનો લોગો પણ છે.
PIB Fact Check: સોશિયલ મીડિયા પર દરરોજ કંઈકને કંઈક વાયરલ થાય છે. તેમાં કેટલીક એવી વસ્તુઓ પણ છે જે લોકોને ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દે છે. આ સાથે કેટલીક અફવાઓ પણ સોશિયલ મીડિયા દ્વારા ઘણી ફેલાઈ છે. આ અફવાઓને કારણે લોકોમાં પણ અસમંજસની સ્થિતિ પ્રસરી છે. તે જ સમયે, એવી માહિતી સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના તમામ બેરોજગારોને દર મહિને 25000 રૂપિયા આપવામાં આવશે.
શું દાવો કર્યો છે
ખરેખર, સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) ભારતના તમામ બેરોજગાર નાગરિકોને એક વર્ષ માટે માસિક રૂ. 25,000 આપે છે. આ અંગેનો એક પત્ર પણ વાયરલ થયો છે. આ પત્રમાં ઉપર કર્મચારી રાજ્ય વીમા નિગમનું નામ લખેલું છે અને તેનો લોગો પણ છે. આ સાથે આ પત્રમાં શિક્ષણ અને રોજગાર મંત્રાલયનું નામ પણ લખવામાં આવ્યું છે.
A message is viral on social media which claims that Employee's State Insurance Corporation (ESIC) is giving ₹25,000 monthly for a year to all unemployed citizens of India.#PIBFactCheck
▶️This message is FAKE
▶️No such unemployment allowance is announced by @esichq pic.twitter.com/gF8V7nAWEW — PIB Fact Check (@PIBFactCheck) June 22, 2022
બનાવટી દાવો
આ સિવાય નીચે એ પણ લખેલું છે કે તમે તમારું નામ ચેક કરી શકો છો કે આ ફંડ મેળવવાની યાદીમાં તમારું નામ છે કે નહીં. આ સાથે, નીચે નામ આપવા માટે એક કૉલમ પણ છે. જો કે, જ્યારે આ મેસેજની તપાસ કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. ESIC દ્વારા આવી કોઈ રકમ આપવામાં આવી રહી નથી.
PIB ફેક્ટ ચેક દ્વારા તેને નકલી ગણાવવામાં આવ્યું છે. તેમજ આવા કોઈપણ દાવાને પણ નકારવામાં આવ્યો છે. PIB ફેક્ટ ચેક દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મેસેજ ફેક છે. ESIC દ્વારા આવું કોઈ બેરોજગારી ભથ્થું આપવામાં આવતું નથી. આ દાવામાં કોઈ સત્યતા નથી.