શોધખોળ કરો

વૃદ્ધાવસ્થાની ચિંતા છોડો! દર મહિને મળશે ₹3,000નું સરકારી પેન્શન, જાણો અરજી કરવાની રીત

pm shram yogi maandhan yojana: કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના' નાના કામદારો માટે આશીર્વાદરૂપ; પતિ-પત્ની બંને જોડાઈને મહિનાના 6000 રૂપિયાનો લાભ લઈ શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શ્રમ યોગી માનધન યોજના: 55 રૂપિયાથી શરૂ રોકાણ, 3000 રૂપિયા માસિક પેન્શન.
  • અસંગઠિત ક્ષેત્રના 18-40 વર્ષના, 15,000થી ઓછી આવક ધરાવતા માટે.
  • સરકાર દ્વારા કરાશે રોકાણના સમકક્ષ રકમ જમા.
  • 60 વર્ષ બાદ લાભાર્થી કે જીવનસાથીને મળશે પેન્શનનો લાભ.

pm shram yogi maandhan yojana: ભારત સરકારે છૂટક મજૂરી કરતા અને અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે એક શાનદાર યોજના અમલમાં મૂકી છે, જેનું નામ છે 'પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના'. જો તમારી આવક મર્યાદિત છે અને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષાની ચિંતા સતાવી રહી છે, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. આ યોજના હેઠળ દર મહિને માત્ર 55 રૂપિયા જેવી નજીવી રકમનું રોકાણ કરીને તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું ગેરંટીડ સરકારી પેન્શન મેળવી શકો છો.

કોના માટે છે આ ખાસ યોજના?

આ યોજના ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં મજૂરી કે નાનો વ્યવસાય કરે છે. એટલે કે, જો તમે લારી-ગલ્લાવાળા, રિક્ષાચાલક, ઘરકામ કરનારા, મજૂર કે નાના દુકાનદાર છો, તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો.

લાયકાત શું હોવી જોઈએ?

અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

માસિક આવક 15,000 રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ.

અરજદાર ઈન્કમટેક્સ (કર) ભરતો ન હોવો જોઈએ.

અરજદાર અન્ય કોઈ સરકારી સામાજિક સુરક્ષા યોજનાનો લાભ લેતો ન હોવો જોઈએ.

આ પણ વાંચોઃ મહિનાની કઈ તારીખે SIP કરવાથી મળશે સૌથી વધુ વળતર? 30 વર્ષના ડેટાએ ખોલ્યું મોટું રહસ્ય

યોજના કઈ રીતે કામ કરે છે?

આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે જેટલા રૂપિયા જમા કરશો, સરકાર પણ સામે એટલા જ રૂપિયા તમારા ખાતામાં જમા કરશે.

દાખલા તરીકે, જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાવ છો, તો તમારે દર મહિને માત્ર 55 રૂપિયા જમા કરાવવાના રહેશે, અને સરકાર પણ પોતાના તરફથી 55 રૂપિયા જમા કરશે.

જો તમારી ઉંમર 40 વર્ષ છે, તો પ્રીમિયમની રકમ વધુ હશે, એટલે કે તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે.

60 વર્ષ પછી મળશે બમણો ફાયદો

60 વર્ષની ઉંમર પૂરી થતાં જ તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે. સૌથી સારી વાત એ છે કે, જો પતિ અને પત્ની બંને અલગ-અલગ આ યોજનામાં જોડાય, તો 60 વર્ષ પછી પરિવારને 3,000 + 3,000 એમ કુલ 6,000 રૂપિયા દર મહિને મળશે. કોઈ કારણસર જો પેન્શન શરૂ થયા બાદ (60 વર્ષ પછી) લાભાર્થીનું મૃત્યુ થાય, તો તેમના જીવનસાથી (પતિ કે પત્ની) ને અડધું પેન્શન એટલે કે દર મહિને 1,500 રૂપિયા મળતા રહેશે.

આ પણ વાંચોઃ PNB ની 444 દિવસની FDમાં 3 લાખ રૂપિયા જમા કરાવશો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણતરી

અરજી કઈ રીતે કરવી?

આ યોજનામાં જોડાવું એકદમ સરળ છે. તમારે તમારા નજીકના 'કોમન સર્વિસ સેન્ટર' (CSC) અથવા ગ્રાહક સેવા કેન્દ્ર પર જવાનું છે. ત્યાં તમારું ઓળખ કાર્ડ (આધાર કાર્ડ) અને બેંક ખાતાની વિગતો (પાસબુક) આપીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આમાં દર મહિને જાતે પૈસા જમા કરાવવાની ઝંઝટ પણ નથી, તમારા બેંક ખાતામાંથી દર મહિને નક્કી કરેલી રકમ આપમેળે જ કપાઈ જશે.

Frequently Asked Questions

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શું છે?

આ યોજના અસંગઠિત ક્ષેત્રના મજૂરો અને નાના વ્યવસાયિકો માટે છે. તે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન પૂરું પાડે છે.

આ યોજના માટે કોણ અરજી કરી શકે છે?

18 થી 40 વર્ષની વય ધરાવતા, 15,000 રૂપિયાથી ઓછી માસિક આવક ધરાવતા અને આવકવેરો ન ભરતા લોકો અરજી કરી શકે છે.

યોજનામાં કેટલું રોકાણ કરવું પડે છે?

18 વર્ષની ઉંમરે જોડાતા વ્યક્તિએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે. ઉંમર પ્રમાણે આ રકમ બદલાઈ શકે છે.

યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય?

નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર આધાર કાર્ડ અને બેંક પાસબુક આપીને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. રકમ આપમેળે બેંક ખાતામાંથી કપાઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Embed widget