શોધખોળ કરો
Advertisement
RBI એ PMC બેન્કના ગ્રાહકોને આપી રાહત, રોકડ ઉપાડવાની લિમિટમાં કર્યો વધારો
આરબીઆઇએ આ કાર્યવાહી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્શન 35એ હેઠળ કરાઇ છે.
નવી દિલ્હીઃ જો તમે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કના ગ્રાહક છે તો તમારા માટે એક રાહતના સમાચાર છે. વાસ્તવમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પીએમસી બેન્કના ગ્રાહકોને રોકડ ઉપાડવાની લિમિટ વધારી દીધી છે. નવા નિયમ હેઠળ હવે પીએમસી બેન્કના ગ્રાહકો દરરોજ 10 હજાર રૂપિયા રોકડા ઉપાડી શકશે. આ અગાઉ લિમિટ ફક્ત 1000 રૂપિયા હતી. નોંધનીય છે કે ગયા મંગળવારથી આરબીઆઇએ આગામી છ મહિના સુધી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. આરબીઆઇએ આ કાર્યવાહી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્શન 35એ હેઠળ કરાઇ છે.
પીએમસી બેન્ક પર આરબીઆઇના નિર્ણયના કારણે ગ્રાહકોની મુશ્કેલીઓ વધી ગઇ છે. આ કારણથી ગ્રાહક સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગ્રાહકો પોલીસમાં ફરિયાદ નોઁધાવી છે. વાસ્તવમાં આરબીઆઇના પીએમસી બેન્ક પર પ્રતિબંધને કારણે હવે બેન્કમાં કોઇ ગ્રાહક નવું ફિક્સડ ડિપોઝીટ એકાઉન્ટ ખોલી શકશે નહીં. તે સિવાય નવી લોન જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આરબીઆઇનો આ પ્રતિબંધ આગામી છ મહિના સુધી રહેશે. જોકે, આરબીઆઇ આ દિશા નિર્દેશોમાં સ્થિતિ અનુસાર સંશોધન કરી શકે છે.RBI: On a preliminary assessment of Punjab and Maharashtra Cooperative Bank Ltd (Mumbai), RBI has decided to allow the depositors to withdraw a sum not exceeding ₹10,000 of the total balance held in every savings bank account or current account or any other deposit account pic.twitter.com/rnerT13UK5
— ANI (@ANI) September 26, 2019
આરબીઆઇના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર અહેવાલ વહેતા થયા હતા કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક લાઇસન્સ કેન્સર કરી દીધું છે. જોકે, આરબીઆઇએ સ્થિતિ સ્પષ્ટ કરી હતી કે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેનું બેન્કિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion