Post Office Saving Scheme: શાનદાર બચત, દરમહિને જમા કરો 2000 રૂપિયા, અંતમાં મળશે આટલા લાખ રૂપિયાનુ રિટર્ન.....
પૉસ્ટ ઓફિસની પબ્લિક પ્રૉવિડન્ટ ફન્ડ (PPF) રોકાણનુ એક બેસ્ટ ઓપ્શન છે. આમાં ઓછા પૈસા સાથે પણ રોકાણની શરૂઆત કરી શકાય છે, અને સારુ રિટર્ન મેળવી શકાય છે.
Post Office Saving Scheme: પૉસ્ટ ઓફિસની પબ્લિક પ્રૉવિડન્ટ ફન્ડ (PPF) રોકાણનુ એક બેસ્ટ ઓપ્શન છે. આની સૌથી ખાસ વાત એ છે કે આમાં ઓછા પૈસા સાથે પણ રોકાણની શરૂઆત કરી શકાય છે, અને સારુ રિટર્ન મેળવી શકાય છે.
આ સ્કીમમાં જોખમ લગભગ શૂન્ય છે, અને આને સરકારનું સંરક્ષણ પ્રાપ્ત છે. કોઇ નજીકની પૉસ્ટ ઓફિસમાં જઇને પીપીએફ ખાતુ ખોલાવી શકાય છે. દેશમાં કોઇપણ નાગરિક આ ખાતુ ખોલાવી શકે છે. હાલ આ સ્કીમમાં 7.10 ટકાનુ વ્યાજ આપી રહી છે.
યોજનાની ખાસ વાતો.....
આ યોજના EEE સ્ટેટસની સાથે આવે છે. આમાં ત્રણ જગ્યાએ ટેક્સ લાભ મળે છે. યોગદાન, વ્યાજ આવક અને મેચ્યોરિટીના સમયે મળનારી રકમ, ત્રણેય ટેક્સ ફ્રી થઇ જાય છે.
આવક અધિનિયમની કલમ 80સી અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળે છે.
પીપીએફ ખાતુ માત્ર 500 રૂપિયાથી ખોલી શકાય છે, પરંતુ દર વર્ષે 500 રૂપિયા એકવાર જમા કરાવવા જરૂરી છે.
આ એકાઉન્ટમાં દર વર્ષે મેક્સિમમ 1.5 લાખ રૂપિયા જ જમા કરી શકાય છે.
આ સ્કીમ 15 વર્ષ માટે છે, જેને વચ્ચેથી નથી ઉપાડી શકાતા, પરંતુ આને 15 વર્ષ બાદ 5-5 વર્ષ માટે વધારી શકાય છે.
ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો-
પૉસ્ટ ઓફિસના પીપીએફ ખાતુ 15 વર્ષમાં મેચ્યૉર થઇ જાય છે. આ ખાતામાં જમા પૈસા પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આને આ રીતે સમજો જો તમે 500 રૂપિયા જમા કર્યા જેના પર એક વર્ષમાં 30 રૂપિયા વ્યાજ મળે છે, તો આગામી વર્ષેથી 530 રૂપિયા પર વ્યાજની ગણતરી થશે.
જો દર મહિને જમા કર્યા 500 રૂપિયા-
500 રૂપિયાની રકમ જમા રાશિ 15 વર્ષ સુધી જમા કરવા પર 90,000 રૂપિયા થશે.
આના પર વ્યાજ 67,784 રૂપિયાનુ થશે
આનો અર્થ છે કે 15 વર્ષ બાદ તમને કુલ 1,57,784 રૂપિયા મળશે.
જો દર મહિને જમા કર્યા 1000 રૂપિયા-
જો તમે દર મહિને PPF ખાતમાં 1,000 રૂપિયા જમા કરાવો છો તો 15 વર્ષમાં કુલ 1,80,000 જમા કરાવશો.
આના પર તમને 1,35,567 રૂપિયાનુ વ્યાજ મળશે.
15 વર્ષ બાદ મેચ્યૉરિટી પર 3,15,567 રૂપિયા મળશે.
દર મહિને 2 હજાર રૂપિયા જમા કરાવવા પર--
જો તમે દર મહિને 2 હજાર રૂપિયા જમા કરાવો છો, તો 15 વર્ષમાં 3,36,000 રૂપિયા જમા કરાવશો.
આના પર 2,71,135 રૂપિયા વ્યાજ થશે.
આનો અર્થ છે કે, તમારા હાથમાં 6,31,135 રૂપિયા મળશે.
દર મહિને 10 હજાર રૂપિયા જમા કરાવવા પર કેટલા મળશે-
જો તમે દર મહિને 10,000 રૂપિયા જમા કરાવો છો, તો 15 વર્ષમાં કુલ રકમ 18,00,000 રૂપિયા થશે.
આના પર 13,55,679 રૂપિયા વ્યાજ તરીકે મળશે.
એટલે 15 વર્ષ બાદ તમારા ખાતામાં 31,55,679 રૂપિયા આવશે.