શોધખોળ કરો

Pyramid Technoplast IPO: આજે ખુલ્યો Pyramid Technoplast નો આઇપીઓ, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ?

Pyramid Technoplast IPO: તમે આ IPOમાં 18 થી 22 ઓગસ્ટ સુધી રોકાણ કરી શકો છો

Pyramid Technoplast IPO: આજે વધુ એક IPO ઓપન થયો હતો.  Pyramid Technoplast IPO આજે રોકાણકારો માટે ઓપન થયો છે. જો તમે પણ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેની સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણવું જરૂરી છે. તમે આ IPOમાં 18 થી 22 ઓગસ્ટ સુધી પૈસા રોકી શકો છો. કંપનીએ IPO દ્વારા કુલ 153.05 કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમાંથી 91.30 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવ્યા છે. ઓફર ફોર સેલ દ્વારા 61.75 કરોડ રૂપિયાના શેર જાહેર કરવામાં આવ્યા છે.

IPO ની પ્રાઇસ બેન્ડ અને GMP શું છે?

કંપનીએ ઇશ્યુ શેરની પ્રાઇસ બેન્ડ 151 થી 166 રૂપિયા વચ્ચે નક્કી કરી છે. જ્યારે તેના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) વિશે વાત કરવામાં આવે છે, ત્યારે તે હાલમાં 28 રૂપિયા પ્રતિ શેર છે. આ IPOમાં રોકાણકારો એક સાથે 90 જેટલા શેર ખરીદી શકે છે. જ્યારે સબસ્ક્રાઇબર્સને શેરની ફાળવણી 25 ઓગસ્ટ, 2023 ના રોજ થવાની સંભાવના છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 30 ઓગસ્ટ, 2023ના રોજ થશે. આ શેર NSE અને BSE પર લિસ્ટ થશે.

કંપની IPOની રકમનું શું કરશે?

નોંધનીય છે કે આ રકમમાંથી કંપની તેનું દેવું ચૂકવવા માટે રૂ. 40 કરોડનો ઉપયોગ કરશે. અને બાકીની 40.21 કરોડ રૂપિયાનો ઉપયોગ પિરામિડ ટેક્નોપ્લાસ્ટ દ્વારા સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે. નોંધનીય છે કે માર્ચ 2023 સુધી કંપની પર કુલ 55.34 કરોડ રૂપિયાનું દેવું હતું. વર્ષ 2022 સુધીમાં આ આંકડો 64.8 કરોડ રૂપિયા હતો. આ IPOમાં 20 ટકા શેર NII માટે, 30 ટકા QIB માટે અને બાકીનો 50 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે.

કંપની શું કરે છે

પિરામિડ ટેક્નોપ્લાસ્ટ કંપની પ્લાસ્ટિકના ડ્રમના ઉત્પાદનમાં સંકળાયેલી છે જેનો ઉપયોગ કેમિકલ અને ફાર્મા કંપનીઓ કરે છે. આ કંપનીએ વર્ષ 1998માં ડ્રમ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેના દેશભરમાં કુલ 6 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. આ પ્લાન્ટ્સ ગુજરાત અને દાદર નગર હવેલીમાં આવેલા છે. કંપનીના પ્રદર્શનની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના નફામાં સતત વધારો થયો છે. કંપનીનો નફો નાણાકીય વર્ષ 2021માં 16.99 કરોડ રૂપિયા, નાણાકીય વર્ષ 2022માં 26.15 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2023માં 31.76 કરોડ રૂપિયા હતો.

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો પગાર ₹46,260 થી ₹6,42,500 સુધી પહોંચશે
8મું પગાર પંચઃ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો પગાર ₹46,260 થી ₹6,42,500 સુધી પહોંચશે
પત્નીના નામે કરો પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રોકાણ: દર મહિને આવક સાથે મળશે ટેક્સ છૂટ
પત્નીના નામે કરો પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રોકાણ: દર મહિને આવક સાથે મળશે ટેક્સ છૂટ
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
દર મહિને ₹5,000 ની SIP થી ક્યારે બનશે ₹1 કરોડનું ફંડ? જુઓ સંપૂર્ણ ગણતરી અને સમય
દર મહિને ₹5,000 ની SIP થી ક્યારે બનશે ₹1 કરોડનું ફંડ? જુઓ સંપૂર્ણ ગણતરી અને સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget