શોધખોળ કરો
Advertisement
રાહુલ બજાજે લીધો નિર્ણય- બજાજ ફાઈનાન્સના ચેરમેનનું પદ છોડશે
રાહુલ બજાજ આ મહિનાના અંતમાં બજાજ ફાઈનાન્સના ચેરમેનનું પદ છોડશે.
નવી દિલ્હી: રાહુલ બજાજ આ મહિનાના અંતમાં બજાજ ફાઈનાન્સના ચેરમેનનું પદ છોડશે. કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે એક્ઝિક્યુટિવ ચેરમેન રાહુલ બજાજ 31 જુલાઈના રોજ પોતાનું પદ છોડશે. જો કે તેઓ નોનો એક્ઝિક્યુટિવ ઈન્ડિપેન્ડેટ ડિરેક્ટર ભૂમિકામાં કંપની સાથે જોડાયેલા રહેશે.
આ જાહેરાત બાદ BSE પર બજાજ ફાઈનાન્સના શેરમાં 6.5 ટકાનો કડાકો બોલ્યો છે. રાહુલ બજાજની જગ્યાએ તેમના પુત્ર સંજીવ બજાજ 1 ઓગસ્ટથી બજાજ ફાઈનાન્સના ચેરમેનનું પદ સંભાળશે.
હાલ તેઓ કંપનીમાં વાઈસ ચેરમેનના પદ પર છે. આ સાથે જ તેઓ 2013થી બજાજ એલાયન્સ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની અને બજાજ એલાયન્ઝ જનરલ કંપનીમાં પણ ચેરમેન છે. સાથે જ તેઓ બજાજ હોલ્ડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટમાં પણ મેનેજિંગ ડિરેક્ટર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
આરોગ્ય
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion